સુરતમાં કચરાની ગાડીના અકસ્માતમાં, રાજ્ય કક્ષાની રનર યુવતીનું દુઃખદ મોત
સુરત, 30 ઓગસ્ટ (હિ.સ.)-સુરતમાં શનિવારે સવારે થયેલા માર્ગ અકસ્માતમાં એક રાજ્ય કક્ષાની મહિલા ખેલાડીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. મનપાની કચરા ગાડીની ટક્કરથી 20 વર્ષીય વિધિ કદમનું સ્થળ પર જ મોત થયું હતું. ચોંકાવનારી વાત એ છે કે ગાડી ચલાવતા ડ્રાઈવર પ
રાજ્ય કક્ષાની રનર યુવતીનું દુઃખદ મોત


સુરત, 30 ઓગસ્ટ (હિ.સ.)-સુરતમાં શનિવારે સવારે થયેલા માર્ગ અકસ્માતમાં એક રાજ્ય કક્ષાની મહિલા ખેલાડીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. મનપાની કચરા ગાડીની ટક્કરથી 20 વર્ષીય વિધિ કદમનું સ્થળ પર જ મોત થયું હતું. ચોંકાવનારી વાત એ છે કે ગાડી ચલાવતા ડ્રાઈવર પાસે પાક્કું ડ્રાઈવિંગ લાયસન્સ નહોતું અને તે માત્ર લર્નિંગ લાયસન્સ પર જ મનપાની ગાડી ચલાવી રહ્યો હતો.

મળતી માહિતી મુજબ, વિધિ કદમ મૂળ મહારાષ્ટ્રની રહીશ હતી અને હાલ પનાસ વિસ્તારમાં પરિવાર સાથે રહેતી હતી. તે બી.કોમ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી સાથે સ્ટેટ લેવલ રનિંગ કોમ્પિટિશનમાં ભાગ લેતી હતી. અત્યાર સુધીમાં તેણે અનેક એવોર્ડ જીત્યા હતા અને ભટાર સ્થિત જીમમાં ટ્રેનર તરીકે કાર્યરત રહી પોતાની પ્રેક્ટિસ પણ કરતી હતી.

આજે સવારે વિધિ મોપેડ પર જીમ તરફ જઈ રહી હતી ત્યારે પનાસ કેનાલ રોડ પર મનપાની કચરાની ગાડીએ તેને જોરદાર ટક્કર મારી. અકસ્માત એટલો ભયાનક હતો કે વિધિ રોડ પર પટકાઈ માથામાં ગંભીર ઈજાઓ પહોંચી. તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કરી.

આ મામલે ખટોદરા પોલીસે ગાડીના ડ્રાઈવર **ગિરીશ અડ્ડ (22)**ને ઝડપ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, તેની પાસે પાક્કું ડ્રાઈવિંગ લાયસન્સ નહોતું. આ ઘટનાથી ફરી એકવાર મનપાની એજન્સીઓ દ્વારા નિયમોનું પાલન ન થવાનું ખુલાસો થયો છે.

વિધિ કદમના પિતા સંતોષભાઈ ટેલર છે અને મોટો ભાઈ ફૂડ કોર્ટ ચલાવે છે. પરિવાર પર આકસ્મિક દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande