મોડાસા, 4 ઓગસ્ટ (હિ.સ.)
સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા ગામની મહિલાની EMRI Green Health Services 108 એમ્બ્યુલન્સ દ્વારા સ્વસ્થ્ય પ્રસુતિ કરાવીને સરાહનીય કામગીરી કરવામાં આવી છે.
વિગત કંઈક એવી છે કે ગત તા. 04/08/2025 ના રોજ સવારના સમયે 108 ને ફોન મળ્યો કે ખેડવા ગામમાંથી ડિલિવરી પેશન્ટ છે. ખેડવા ગામ માં પીનાબેન રાહુલભાઈ કોદરવીને પ્રસુતિની પીડા શરૂ થઈ હતી અને તાત્કાલિક તેમને સારવાર માટેની જરૂર હતી. આ જાણ થતાં 108 ની ટીમ ઘટના સ્તરે પહોંચી હતી. 108 માં EMT અજય ચૌહાણ અને પાયલોટ હરેશભાઈ સ્થળ પરથી પેશન્ટને ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ લઈ જવા માટે નીકળ્યા હતા અને રસ્તામાં માતાના વાઇટલ તપાસ કરતા મહિલાને વધુ પ્રસુતિની પીડા થતા એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવી હતી. 108 ની ટીમ દ્વારા સમય સૂચકતા દાખવી અને સફળ નોર્મલ ડિલિવરી કરાવી બાળકને નવજીવન આપ્યું હતું.
મહિલાને એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપી ત્યારબાદ ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. યોગ્ય સમયે તાત્કાલિક સારવાર મળતા પીનાબેન અને તેમના સગાઓએ 108 સેવાનો આભાર માન્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ