અંકલેશ્વર જીઆઈડીસીમાં નવનિર્મિત ટ્રાન્સપોર્ટ નગરની મુલાકાત કરી નિરીક્ષણ કર્યું
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની કચેરીએ બેઠક કરી માર્ગદર્શન આપ્યું હતું
વાલિયા - ઝઘડિયા 60 કરોડ અને અંકલેશ્વર - વાલિયા - નેત્રંગ 4 લેન 42 કરોડનો માર્ગની જાહેરાત કરી હતી
ભરૂચ 4 ઓગસ્ટ (હિ.સ.)
અંકલેશ્વર ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ભરૂચ જિલ્લામાં 637.90 કરોડના વિકાસના 34 કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.સાથે જીઆઈડીસીમાં નવનિર્મિત ટ્રાન્સપોર્ટ નગરની મુલાકાત કરી ત્યારબાદ એઆઈએમાં બેઠક કરી માર્ગદર્શન આપ્યું હતું.
અંકલેશ્વર શારદા ભવન ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ભરૂચ જિલ્લાને વિકાસના 34 કામો કિંમત 637.90 કરોડનું ઇ લોકાર્પણ - ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં રસ્તાના 18 કામો 586 કરોડનું ભૂમિપૂજન. નવનિર્મિત 16 માર્ગ રૂપિયા 51.88 કરોડના ખર્ચેનું લોકાર્પણ કર્યું હતું. માર્ગ અને મકાન વિભાગના 5.47 કરોડના 11 કામો. શહેરી - ગૃહ નિર્માણના 34.17 કરોડના બે કામ. શિક્ષણ વિભાગના 18.29 કરોડના 17 કામો. અંકલેશ્વર તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ કોસમડીમાં રૂપિયા 6.90 કરોડના ખર્ચે, આરોગ્યના 1.95 કરોડના 3 કામની ભેટ જિલ્લાને આપી હતી.ભૂમિપૂજનના કામોમાં 400 કરોડનો 46 કિમીનો 4 લેન આમોદ, રોઝા, મુલેર, દહેજને એક્સપ્રેસ વે થી જોડતો રસ્તો તેમજ વાલિયા - ઝઘડિયા 60 કરોડનો માર્ગ અને અંકલેશ્વર - વાલિયા - નેત્રંગ 4 લેન 42 કરોડનો માર્ગની જાહેરાત કરી હતી..મુખ્યમંત્રીએ કાર્યક્રમમાં હાજર અધિકારીઓ અને પદાધિકારીઓને આ કામો ગુણવત્તાસભર થાય તે માટે ટકોર પણ કરી હતી.મુખ્યમંત્રીએ અમેરિકાના ટેરીફ અંગે આડકતરી રીતે નિવેદન આપતા, સ્વદેશી વસ્તુઓના ઉપયોગમાં દરેક સમસ્યાનું નિરાકરણ હોવાનું કહ્યું.
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓને સહાયનું પણ વિતરણ કરાયુ હતું.મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જિલ્લાના પાંચ ધારાસભ્યો ઇશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, રીતેશ વસાવા, ડી.કે. સ્વામી, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, કલેકટર ગૌરાંગ મકવાણા, ડીડીઓ યોગેશ કાપસે, પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા, નિરલ પટેલ, વિનોદ પટેલ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ