સપ્તેશ્વર મહાદેવ મંદિર – હિંમતનગરની, આધ્યાત્મિક ધરોહર
મોડાસા, 4 ઓગસ્ટ (હિ.સ.) સાબરકાંઠા જિલ્લામાં ઇડર તાલુકાનાં અરસોડીયા ગામની નજીક એકાદ બે કિ.મી. જેટલા અંતરે આવેલું સપ્તેશ્વર મહાદેવ મંદિર શહેરના શ્રદ્ધાળુઓ અને ભક્તજનો માટે આસ્થા અને શાંતિનું પ્રતિક છે. આ મંદિર સાબરકાંઠા જિલ્લા અને મહેસાણા જિલ્લાની સરહ
Sapteshwar Mahadev Temple – Spiritual Heritage of Himmatnagar


મોડાસા, 4 ઓગસ્ટ (હિ.સ.)

સાબરકાંઠા જિલ્લામાં ઇડર તાલુકાનાં અરસોડીયા ગામની નજીક એકાદ બે કિ.મી. જેટલા અંતરે આવેલું સપ્તેશ્વર મહાદેવ મંદિર શહેરના શ્રદ્ધાળુઓ અને ભક્તજનો માટે આસ્થા અને શાંતિનું પ્રતિક છે. આ મંદિર સાબરકાંઠા જિલ્લા અને મહેસાણા જિલ્લાની સરહદ ઉપર આવેલું છે. આ સ્થળનું કુદરતી સૌંદર્ય પણ માણવાલાયક છે.મંદિરમાં શિવલીંગની ઉપર સતત ગૌમુખમાંથી નદીનાં પાણીની જળાધારી થતી રહે છે, અને આ પાણી વહીને બહારનાં કુંડમાં એકત્ર થાય છે.

આ સ્થળનાં ધાર્મિક મહત્વની સાથે સાથે પર્યટક મહત્વ પણ ઘણાં છે. વર્ષ દરમ્યાન અમદાવાદ અને આસપાસનાં વિસ્તારની અનેક શાળાઓ વિદ્યાર્થીઓને અહીં પ્રવાસે લઇને આવે છે. આ ઉપરાંત અનેક સમુદાયો પણ અહીં દેવ દર્શન અને સાથે સાથે પ્રવાસની મજા માણવા આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande