પુતિન-ટ્રમ્પ ટૂંક સમયમાં મળશે, યુક્રેન યુદ્ધનો ઉકેલ આવી શકે છે
મોસ્કો, નવી દિલ્હી, 8 ઓગસ્ટ (હિ.સ.). બંને દેશો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટૂંક સમયમાં રૂબરૂ મુલાકાત કરવા સંમત થયા છે. પુતિને સંયુક્ત આરબ અમીરાતમાં આ શિખર સંમેલન યોજવાનો સંકેત આપ્યો છે. 2021 પછી જ્યારે પુત
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ


મોસ્કો, નવી દિલ્હી, 8 ઓગસ્ટ (હિ.સ.). બંને દેશો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટૂંક સમયમાં રૂબરૂ મુલાકાત કરવા સંમત થયા છે. પુતિને સંયુક્ત આરબ અમીરાતમાં આ શિખર સંમેલન યોજવાનો સંકેત આપ્યો છે. 2021 પછી જ્યારે પુતિન યુક્રેન સરહદ નજીક લશ્કરી ગતિશીલતા અંગે પ્રારંભિક ચિંતાઓ વચ્ચે જીનીવામાં ભૂતપૂર્વ યુએસ પ્રમુખ જો બિડેનને મળ્યા હતા, ત્યારે આ કોઈ અમેરિકન રાષ્ટ્રપતિની રાષ્ટ્રપતિ પુતિન સાથેની પહેલી રૂબરૂ મુલાકાત હશે.

ધ મોસ્કો ટાઈમ્સ અનુસાર, ક્રેમલિનના અધિકારીઓએ ગુરુવારે જાહેરાત કરી હતી કે, આગામી દિવસોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકીપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બેઠક પર સંમતિ સધાઈ છે. ક્રેમલિનના વિદેશ નીતિ સલાહકાર યુરી ઉશાકોવે રશિયન રાજ્ય મીડિયાને જણાવ્યું હતું કે, અમેરિકન પક્ષના સૂચન પર આગામી દિવસોમાં દ્વિપક્ષીય ઉચ્ચ-સ્તરીય બેઠક યોજવા માટે પ્રારંભિક સંમતિ સધાઈ છે.

રાષ્ટ્રપતિ પુતિને પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા સંકેત આપ્યો હતો કે, ટ્રમ્પ સાથેનું આ શિખર સંમેલન સંયુક્ત આરબ અમીરાતમાં થઈ શકે છે. જોકે, પુતિને તેમના યુક્રેનિયન સમકક્ષ સાથે મુલાકાતની શક્યતા વિશે પૂછવામાં આવેલા પ્રશ્નને ટાળી દીધો, અને કહ્યું કે તે તો દૂરની વાત છે.

નોંધનીય છે કે, પુતિન અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત અંગે સંમતિના સમાચાર ત્યારે સામે આવ્યા છે, જ્યારે અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફ મોસ્કોમાં પુતિનને મળ્યા હતા.

રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસોમાં પુતિન-ટ્રમ્પ વાટાઘાટો મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ખાસ વાત એ છે કે, ટ્રમ્પે રશિયાને શાંતિ વાટાઘાટો માટે 8 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે, જેના માટે જો રશિયા સંમત ન થાય તો ભારે ટેરિફ લગાવવાની ધમકી આપવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande