પાટણ, 12 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ શહેરના સિદ્ધિ સરોવરમાં શુક્રવારે બુકડી જુમ્મા મસ્જિદ મહોલ્લાની રહેવાસી હુંરીબેન ગફુરભાઇ મન્સૂરીએ આપઘાત કર્યો હતો. પરિવારજનોના જણાવ્યા અનુસાર, તેઓ છેલ્લા એક અઠવાડિયાથી બીમાર હતા.
ઘટનાની જાણ થતાં પાલિકા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે, સ્થાનિક તરવૈયાઓ સુનિલ ઠાકોર, અજય ઠાકોર અને વિષ્ણુ રાણાએ તત્કાળ કાર્યવાહિ કરી અને મહિલાનો મૃતદેહ સરોવરમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, સિદ્ધિ સરોવર પાટણમાં આપઘાત માટે જાણીતું હૉટસ્પૉટ બની રહ્યું છે. અહીં વારંવાર જીવનથી હારેલા લોકોના આપઘાતના બનાવો સામે આવે છે. મૃતકના પરિવારજનોએ કોઈ કાનૂની ફરિયાદ નોંધાવી નથી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ