નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર (હિ.સ.) સુપ્રીમ કોર્ટે આજે વકફ (સુધારા)
અધિનિયમ 2025 ની માન્યતાને
પડકારતી અરજી પર ચુકાદો આપ્યો. કોર્ટે કેટલીક જોગવાઈઓ પર રોક લગાવી.
સુપ્રીમ કોર્ટે વકફ બોર્ડના સભ્ય બનવા માટે ઓછામાં ઓછા પાંચ
વર્ષ સુધી ઇસ્લામનું પાલન કરવાની શરત રાખતી જોગવાઈ પર રોક લગાવી છે. કોર્ટે કહ્યું
કે,” આ જોગવાઈને ત્યાં સુધી લાગુ કરી શકાતી નથી જ્યાં સુધી આ સંદર્ભમાં યોગ્ય
નિયમો બનાવવામાં ન આવે.”
સુપ્રીમ કોર્ટે કાયદાની કલમ 3 (74) સંબંધિત મહેસૂલ રેકોર્ડની જોગવાઈ પર પણ રોક
લગાવી છે. કોર્ટે કહ્યું કે,” જ્યાં સુધી નામાંકિત અધિકારીની તપાસ પર અંતિમ નિર્ણય
ન આવે અને વકફ ટ્રિબ્યુનલ અને હાઇકોર્ટ દ્વારા વકફ મિલકતની માલિકીનો નિર્ણય ન આવે
ત્યાં સુધી વકફને તેની મિલકતમાંથી ખાલી કરી શકાતી નથી.”
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ