જામનગર, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર નજીક મુંગણી ગામમાં રહેતા અને કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા હરપાલસિંહ જીતેન્દ્રસિંહ કયોર નામના 31 વર્ષના યુવાને પોતાના ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી છરી વડે કપડાં ફાડી નાખી માર મારવા અંગે મૂંગણી ગામના સંજય સિંહ કેર, સિધ્ધરાજસિંહ કંચવા, અને ઇન્દુબા કંચવા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી હરપાલસિંહ કયોરના ભાઈ મહિપાલસિંહ કે જેણે આજથી ત્રણ મહિના પહેલા આરોપી સંજયસિંહ કેરની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાથી ભાગી જઇ મૈત્રી કરાર કરી લીધા હતા, અને હજુ સુધી લાપત્તા છે, જેનો ખાર રાખીને ત્રણેય આરોપીઓ એક કારમાં આવ્યા હતા, અને ફરિયાદી યુવાન પર હુમલો કરી દેતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. હાલ ત્રણે આરોપીઓ ભાગી છુટ્યા હોવાથી સિક્કાના એ.એસ.આઈ. સી.ડી.ગાંભવા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt