વિનાશક ભૂસ્ખલનને કારણે, 22 દિવસ સુધી સ્થગિત રહ્યા બાદ, માતા વૈષ્ણો દેવીની યાત્રા ભક્તોમાં ભારે ઉત્સાહ વચ્ચે ફરી શરૂ થઈ.
કટરા(જમ્મુ),નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર (હિ.સ.) જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ત્રિકુટા હિલ્સમાં સ્થિત માતા વૈષ્ણો દેવી મંદિરની યાત્રા બુધવારે હર્ષોલ્લાસ વચ્ચે ફરી શરૂ થઈ. તાજેતરમાં થયેલા વિનાશક ભૂસ્ખલનને કારણે 22 દિવસ મ
દર્શન


કટરા(જમ્મુ),નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર

(હિ.સ.) જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ત્રિકુટા હિલ્સમાં સ્થિત માતા

વૈષ્ણો દેવી મંદિરની યાત્રા બુધવારે હર્ષોલ્લાસ વચ્ચે ફરી શરૂ થઈ. તાજેતરમાં થયેલા

વિનાશક ભૂસ્ખલનને કારણે 22 દિવસ માટે

યાત્રા સ્થગિત કરવામાં આવી હતી, જેમાં 34 લોકો માર્યા ગયા હતા અને 20 ઘાયલ થયા હતા.

માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડ (એસએમવીડીએસબી) એ આજે ​​સવારે

અનુકૂળ હવામાન પરિસ્થિતિઓ વચ્ચે યાત્રા ફરી શરૂ કરવાની જાહેરાત કરી, જેનાથી યાત્રાળુઓ

માટેનો આધાર શિબિર, કટરા શહેરમાં

મોટી સંખ્યામાં ભક્તોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો.

યાત્રાના પ્રારંભિક બિંદુ, બાણગંગા દર્શની ગેટ પર, સેંકડો યાત્રાળુઓ વહેલી

સવારે એકઠા થયા હતા, યાત્રા ફરી શરૂ

થવા પર અપાર આનંદ અને રાહત વ્યક્ત કરી હતી.

શ્રાઇન બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે,” ખરાબ હવામાન

અને મંદિર તરફ જતા માર્ગની જરૂરી જાળવણીને કારણે યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત

કરવામાં આવી હતી, ત્યારબાદ પહાડી

ટોચ પરના મંદિર તરફ જતા બંને માર્ગો પરથી સવારે 6 વાગ્યે યાત્રા ફરી શરૂ થઈ હતી. યાત્રાળુઓને

માન્ય ઓળખપત્રો રાખવા, નિર્ધારિત

માર્ગોનું પાલન કરવા અને ગ્રાઉન્ડ સ્ટાફ સાથે સહયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

પારદર્શિતા અને ટ્રેસેબિલિટી માટે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન કાર્ડ આધારિત

ટ્રેકિંગ ફરજિયાત છે.”

શ્રાઇન બોર્ડે યાત્રાના કામચલાઉ સ્થગિત દરમિયાન યાત્રાળુઓએ,

જે ધીરજ રાખી હતી તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે,”

યાત્રા ફરી શરૂ થવી એ આપણી સામૂહિક શ્રદ્ધા અને અડગતાની પુષ્ટિ છે, અને બોર્ડ આ

પવિત્ર મંદિરની પવિત્રતા,

સુરક્ષા અને

ગરિમા જાળવવા માટે પ્રતિબદ્ધ છે.”

મહારાષ્ટ્રના એક જૂથની એક મહિલા યાત્રાળુએ કહ્યું, અમે ખૂબ જ ખુશ

છીએ કે, યાત્રા ફરી શરૂ થઈ છે. અમે બે દિવસ પહેલા પુણેથી બેઝ કેમ્પ પહોંચ્યા હતા, અને રાહ જોવી

મુશ્કેલ હતી, પરંતુ અમને

વિશ્વાસ હતો કે અમે અમારા વતન પાછા ફરતા પહેલા ચોક્કસપણે દર્શન કરીશું.

યાત્રાળુઓએ યાત્રા ફરી શરૂ થવાને ખૂબ જ ખાસ દિવસ ગણાવ્યો, અને કહ્યું કે,”

આ મંદિરની મુલાકાત લેવાનો આશીર્વાદ હતો અને તે શક્ય બનાવવા બદલ અધિકારીઓનો આભાર

માન્યો. શ્રાઈન બોર્ડે તમામ યાત્રાળુઓને સલામતી માર્ગદર્શિકાનું કડક પાલન કરવા અને

સત્તાવાર સંદેશાવ્યવહાર સાથે અપડેટ રહેવા વિનંતી કરી.”

માર્ગ હવે સુરક્ષિત જાહેર થયા પછી, આગામી દિવસોમાં, ખાસ કરીને 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી

ચાલનારા આગામી નવરાત્રી ઉત્સવ દરમિયાન, મોટી સંખ્યામાં યાત્રાળુઓ યાત્રાધામની મુલાકાત લે તેવી

અપેક્ષા છે.

26 ઓગસ્ટના રોજ

મંદિર તરફ જતા માર્ગ પર મોટા પાયે ભૂસ્ખલન થતાં જાનહાનિ થતાં યાત્રા સ્થગિત

કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande