જામનગર, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર રેલવે સ્ટેશન પર મુસાફરોના આવવા જવા માટે દ્વારકા તેમજ રાજકોટ છેડા માટેનો ખાસ ફુટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. પરંતુ બ્રિજના નવનિર્માણના કારણે રાજકોટ છેડા તરફનો ઓવરબ્રિજ તારીખ 18 સપ્ટેમ્બર સુધી જાહેર ઉપયોગ માટે બંધ કરવામાં આવ્યો છે.
રાજકોટ ડિવિઝનના જામનગર રેલવે સ્ટેશન પર મુસાફરોને આવાગમન કરવામાં મુશ્કેલી ન પડે તે માટે ખાસ દ્વારકા અને રાજકોટ બંને તરફ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે
આ બ્રિજને સ્થાને 12 મીટર નવો ફુટ ઓવર બ્રિજ બનાવવામાં આવશે, જેના નિર્માણ કાર્ય માટે રાજકોટ છેડા તરફનો ઓવરબ્રિજ તારીખ 18 સપ્ટેમ્બર સુધી મુસાફરો માટે બંધ કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન મુસાફરો ફરજિયાત પણે બીજા ઓવરબ્રિજ એટલે કે દ્વારકા છેડાવાળો ઓવરબ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે તેમ રેલ તંત્ર દ્વારા મુસાફરોને અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt