ઊના ગીરગઢડા પંથક કોળી સમાજ નાં ગૌરવ સમાન ઉનાની નેહાબેન એ ભૌતિક વિજ્ઞાનમાં ઉચ્ચ અભ્યાસથી પીએચડી પદવી પ્રાપ્ત કરી.
ગીર સોમનાથ, 20 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ ઉનાની કોળી સમાજની દીકરી નેહાબેન એ પીએચ.ડી.ડિગ્રી મેળવી પરિવાર તથા સમાજનું ગૌરવ વધારેલ છે. સામાન્ય પરિવારમાંથી આવતી અને કોળી સમાજની દીકરી નેહાબેન દેવચંદભાઈ પોતાની અથાગ મહેનત અને અવિરત પ્રયાસો દ્વારા શ
પીએચડી પદવી પ્રાપ્ત કરી


ગીર સોમનાથ, 20 સપ્ટેમ્બર (હિ.સ.)

ગીર સોમનાથ

ઉનાની કોળી સમાજની દીકરી નેહાબેન એ પીએચ.ડી.ડિગ્રી મેળવી પરિવાર તથા સમાજનું ગૌરવ વધારેલ છે. સામાન્ય પરિવારમાંથી આવતી અને કોળી સમાજની દીકરી નેહાબેન દેવચંદભાઈ પોતાની અથાગ મહેનત અને અવિરત પ્રયાસો દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.વડોદરાની ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાંથી તેમને ભૌતિક વિજ્ઞાન વિષયમાં પીએચ.ડીની ડિગ્રી પ્રાપ્ત થઈ છે.નેહાબેનના જણાવ્યા અનુસાર તેમના સંશોધન કાર્યો દરમિયાન માર્ગદર્શક ડૉ. ચેતન લીંબાચિયા તેમજ પરિવારજનો, માતા–પિતા અને મિત્રોનો સતત સહયોગ મળ્યો હતો, જેના કારણે તેઓએ આ સફળતા પ્રાપ્ત કરી શકી છે.તેઓની આ ઉત્કૃષ્ટ શૈક્ષણિક સિદ્ધિ થી ઉના તાલુકામાં તેમજ પરિવારજનો,સગા-સ્નેહીઓ તેમજ સમગ્ર કોળી સમાજમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. એક સામાન્ય પરિવારમાંથી જન્મેલી દીકરીએ સરકારી શાળામાં અભ્યાસ કરી અવિરત મહેનતથી પીએચ.ડી. જેવી ઉચ્ચ ઉપાધિ પ્રાપ્ત કરી છે, જેના કારણે તેમના સમસ્ત પરિવાર જનોમાં ખૂબજ તેમજ આનંદ સાથે અભિનંદન ની લાગણી જોવા મળે છે, શિક્ષણ પ્રત્યેનો અભિગમ અને સમર્પણ બતાવતી નેહાબેનની સિદ્ધિ ભવિષ્યમાં અભ્યાસ કરનારાં વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande