જામનગરના હાપા યાર્ડમાં, સૌથી વધુ આવક જીરૂ અને અજમાની
જામનગર, 21 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં શુક્રવારે સૌથી વધુ આવક જીરૂ, અજમા અને લસણની આવક થવા પામી હતી જીરૂની ૮૧૭, અજમો ૮૧૧ અને લસણ ૭૯૧ ગુણી આવક થવા પામી હતી જયારે ભાવની વાત કરીએ તો સૌથી વધુ ભાવ કાળા તલનો મણના ૨૫૦૦ થી ૩૭૬૦, જ
જીરૂ પ્રતીકાત્મક તસવીર


જામનગર, 21 સપ્ટેમ્બર (હિ.સ.) :

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં શુક્રવારે સૌથી વધુ આવક જીરૂ, અજમા અને લસણની આવક થવા પામી હતી જીરૂની ૮૧૭, અજમો ૮૧૧ અને લસણ ૭૯૧ ગુણી આવક થવા પામી હતી જયારે ભાવની વાત કરીએ તો સૌથી વધુ ભાવ કાળા તલનો મણના ૨૫૦૦ થી ૩૭૬૦, જીરૂના ૨૫૦૦ થી ૩૬૮૫ અને અજમાના ૯૦૦ થી ૨૫૬૦ બોલાયા હતા.​​​​

હાપા માર્કેટીંગ યાર્ડમાં જુદી જુદી જણસોના ભાવ તરફ દ્રષ્ટીપાત કરીએ તો બાજરી ૩૫૫ થી ૫૦૦, ઘઉં ૪૮૭ થી ૫૩૭, મગ ૧૨૦૦ થી ૧૫૫૦, અળદ ૪૬૦ થી ૧૩૨૦, તુવેર ૧૦૦૦ થી ૧૧૬૫, ચોળી ૮૨૫ થી ૯૨૦, વાલ ૭૩૦ થી ૧૦૮૦, ચણા ૧૦૦૦ થી ૧૧૦૮, સફેદ ચણા ૧૦૦૦ થી ૧૮૦૦, મગફળી જીણી ૫૫૦ થી ૧૦૨૦, એરંડા ૧૧૦૦ થી ૧૨૫૯, તલી ૧૫૦૦ થી ૧૮૮૦, રાયડો ૧૧૦૦ થી ૧૨૭૦, રાય ૧૨૦૦ થી ૧૪૫૦, કપાસ ૮૦૦ થી ૧૪૯૦, અજમાની ભૂસી ૧૦૦ થી ૧૫૮૦, ધાણા ૧૩૦૦ થી ૧૪૫૦, શીંગ દાણા ૯૦૦ થી ૧૩૧૦, રાજમાં ૧૦૦૦ થી ૧૨૦૦ સુધીના ભાવ બોલાયા હતા શુક્રવારે કુલ જણસ ૧૫૭૪૮ મણ ગુણી ૫૯૯૬ જે ૩૯૯ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી. જેમાં ભાવમાં પ્રથમ ક્રમાંકે કાળા તલ બીજા ક્રમાંકે જીરૂ અને ત્રીજા ક્રમાંકે અજમો રહયા હતા તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષભાઇ એ. પટેલની યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande