જામનગર શહેરમાં નવરાત્રી પર વાદળછાયું વાતાવરણ રહેશે, હળવા વરસાદની આગાહી
જામનગર, 21 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરમાં નવરાત્રીના વાદળછાયુ વાતાવરણ અને હળવા વરસાદની આગાહી જુનાગઢ કૃષી યુનિવર્સીટી દ્વારા કરવામાં આવી છે, આ સમયગાળામાં ગરમીમાં ઘટાડાની શકયતા છે તો પવનની ગતી પણ મંદ રહેશે, છેલ્લા ૨૪ કલાકમાં મહતમ તાપમાનમાં ૧.૫ ડીગ્રીન
વાતાવરણ પ્રતીકાત્મક તસ્વીર


જામનગર, 21 સપ્ટેમ્બર (હિ.સ.) :

જામનગરમાં નવરાત્રીના વાદળછાયુ વાતાવરણ અને હળવા વરસાદની આગાહી જુનાગઢ કૃષી યુનિવર્સીટી દ્વારા કરવામાં આવી છે, આ સમયગાળામાં ગરમીમાં ઘટાડાની શકયતા છે તો પવનની ગતી પણ મંદ રહેશે, છેલ્લા ૨૪ કલાકમાં મહતમ તાપમાનમાં ૧.૫ ડીગ્રીનો ઘટાડો નોંધાયો છે.

જામનગર શહેર-જીલ્લામાં વરસાદની વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે શનિવારે વાદળછાયુ વાતાવરણ રહયુ હતું, આ સ્થીતીમાં જુનાગઢ કૃષી યુનિવર્સીટી દ્વારા જામનગર શહેર, જીલ્લામાં ૨૦ થી ૨૪ સપ્ટેમ્બર સુધી ભેજવાળુ અને વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે, આટલું જ નહીં આ સમયગાળામાં છુટા છવાયા વિસ્તારમાં હળવો વરસાદ થવાની શકયતા પણ છે.

આ સમયગાળામાં મહતમ તાપમાન ૩૧ ડીગ્રી અને લઘુતમ તાપમાન ૨૬ થી ૨૭ ડીગ્રી વચ્ચે રહેશે, જયારે ભેજનું પ્રમાણ ૭૫ થી ૮૦ ટકા અને પવનની ગતી ૯ થી ૧૧ કીમી પ્રતી કલાક રહેશે, આ સમયગાળામાં વરાપના સમયમાં કપાસમાં પાળા ચડાવવા, પાકમાં નિંદામણ કરવા, શાકભાજીના પાકને હળવુ પિયત આપવા, તમામ પાકમાં ફુગના રોગના ઉપદ્રવને અટકાવવા જંતુનાશક દવાનો છંટકાવ કરવા ખેડુતોને અનુરોધ કરવામાં આવ્યો છે.​​​​​​​

બીજી બાજુ શહેરમાં શુક્રવારે મહતમ તાપમાન ૩૪.૫ ડીગ્રી અને લઘુતમ તાપમાન ૨૫.૫ ડીગ્રી નોંધાયુ હતું પરંતુ છેલ્લા ૨૪ કલાક દરમ્યાન મહતમ તાપમાનમાં ૧.૫ ડીગ્રીનો ઘટાડો થતા શનિવારે ૩૩ ડીગ્રી નોંધાતા લોકોએ ગરમીમાં આંશીક રાહત અનુભવી હતી, જયારે ભેજનું પ્રમાણ ૮૫ ટકા અને પવનની ગતી ૧૦ થી ૧૫ કીમી પ્રતી કલાક રહી હતી. નવરાત્રી ટાંકણે હળવા વરસાદની આગાહીથી ગરબા આયોજકો અને સંચાલકોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande