કોડીનારના બાવાના પીપળવા ગ્રામજનોએ અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી: SP અને ગૃહ મંત્રીને લેખિત રજૂઆત સાથે મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું
ગીર સોમનાથ 22 સપ્ટેમ્બર (હિ.સ.) રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો વાંસળી વગાડતો હતો એ મુજબ કોડીનાર તાલુકાના ગામડે ગામડે દેશી વિદેશી દારૂની છોળો ઉડી રહી છે અસામાજિક તત્વો માજા મૂકી રહ્યા છે. ભદ્રસમાજના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. થોડા સમય પહેલા સોરઠ મ
મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું


ગીર સોમનાથ 22 સપ્ટેમ્બર (હિ.સ.) રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો વાંસળી વગાડતો હતો એ મુજબ કોડીનાર તાલુકાના ગામડે ગામડે દેશી વિદેશી દારૂની છોળો ઉડી રહી છે અસામાજિક તત્વો માજા મૂકી રહ્યા છે. ભદ્રસમાજના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. થોડા સમય પહેલા સોરઠ મહિલા સંગઠન મંડળ દ્વારા દારૂબંધીના પગલાં લેવા રજૂઆતો થઈ ત્યાર પછી બરડા ગામના આવારા તત્વોના જાહેરમાં દારૂ વેચવા પીવાના અને દારૂડિયાઓના જાહેરમાં આળોટવાના વિડીયો વાયરલ થયા પછી કોડીનારના કડોદરા ગ્રામજનોએ પણ તંત્રને આવેદનપત્ર પાઠવી દારૂ જુગારની બધી બંધ કરવા રજૂઆતો કરી પછી પણ સ્થાનિક તંત્ર કુંભકરણની નિંદ્રામાં છે અને રોમ ભડકે બળતું હતું ત્યારે ત્યાંનો સમ્રાટ નીરો આરામથી વાંસળી વગાડતો હતો તેમ કોડીનારનું સ્થાનિક પોલીસ તંત્ર સબ સલામતની છડી પોકારીને પોકારી રહી છે કોડીનારના એક પછી એક ગામડાના લોકો હવે દારૂ વેચનાર સામાજિક તંત્રથી તંગ આવી જઈને તંત્રને રજૂઆતો કરતા રહ્યા છે ત્યારે કોડીનારના બાવાના પીપળવા ગ્રામજનો એ પણ કેમિકલ યુક્ત ઝેરી દારૂ તેમના ગામમાં વેચાતું હોવાનું અને તેના રવાડે યુવાનો બરબાદ થતા હોવાનું જણાવીને આવા તત્વોની સામે કડક હાથે કામ લેવા માંગણી કરતું એક આવેદનપત્ર પાઠવતા ચકચાર જાગી છે.

ગ્રામજનોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, બાવાના પીપળવા ગામમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધી રહી છે, જેના કારણે ગામનું સામાજિક વાતાવરણ ડહોળાઈ રહ્યું છે. ખાસ કરીને કેમિકલયુક્ત દેશી દારૂના વેચાણથી યુવાધન અને સમાજ પર નકારાત્મક અસર પડી રહી છે. આ દારૂના કારણે સ્વાસ્થ્યને પણ ગંભીર નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. ગ્રામજનોએ આશા વ્યક્ત કરી છે કે, ગીર સોમનાથના પોલીસ વડા જેવા જાંબાજ અને બાહોશ અધિકારીની આગેવાની હેઠળ આવા અસામાજિક તત્વો સામે કડકમાં કડક પગલાં લેવાશે.આ રજૂઆતની નકલ ગૃહ મંત્રી હર્ષ સંઘવી, કોડીનારના ધારાસભ્ય પ્રદ્યુમન વાંઝા, ગીર સોમનાથના કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક (SP), કોડીનાર પી.આઈ., અને મામલતદારને પણ મોકલવામાં આવી છે. આ આવેદનપત્રમાં 'સમસ્ત બાવાના પીપળવા ગ્રામજનો' દ્વારા સહકારની અપેક્ષા સાથે સહી કરીને આ સમસ્યાનું નિવારણ લાવવા વિનંતી કરવામાં આવી છે.

ગ્રામજનોની આ રજૂઆતથી સ્થાનિક તંત્રમાં હલચલ મચી ગઈ છે અને પોલીસ તંત્ર દ્વારા આ બાબતે તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. આ લેખિત અરજી પરથી સ્પષ્ટ થાય છે કે, બાવાના પીપળવા ગામના લોકો હવે શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ ઈચ્છી રહ્યા છે અને તે માટે ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરી રહ્યા છે.ત્યારે હવે તંત્ર લોકો ની શાંતિ ની માંગણી લક્ષ માં રાખી શું પગલા ભરે તે જોવું રહ્યુ

નવનિયુક્ત SP માટે દારૂબંધી સૌથી મોટો પડકાર

આ ઘટના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે, ગીર સોમનાથ જિલ્લાના નવનિયુક્ત પોલીસ અધિક્ષક સામે જિલ્લાભરમાં ઈંગ્લિશ તથા દેશી દારૂ બંધ કરાવવો તે સૌથી મોટો પડકાર હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લાના દરેક તાલુકાઓમાં બેફામ દેશી તથા ઇંગ્લિશ દારૂના વેચાણને લઈને અનેક વખત આવેદનપત્રો અપાયા છે અને રજૂઆતો થઈ છે. કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશ અને કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા પણ આ બાબતે ભૂતકાળમાં અનેક વખત પ્રેસ કોન્ફરન્સ કરી પુરાવાઓ સાથે તંત્રને રજૂઆતો કરી છે.

તેમ છતાં, અત્યાર સુધી 'જેસે થે' તેવી પરિસ્થિતિ હોય, જિલ્લામાં અનેક જગ્યાએ દારૂના દૂષણને ડામવા માટે લોકો અપીલ કરી રહ્યા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે પોલીસ તંત્ર પોતાની મસ્તીમાં હોય તેમ બેરોકટોક દારૂ વેચનારાઓને કોઈ પકડતું નથી અને તંત્ર બુટલેગરોને છાવરતું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે, નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા આ બાબતે શું પગલાં લેશે તે હવે જોવું રહ્યું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande