કોડીનાર, ગીર સોમનાથ શા માટે સરકારી શાળા શ્રેષ્ઠ શાળા - વેલણ પ્રાથમિક શાળા તેનું ઉત્તમ ઉદાહરણ
ગીર સોમનાથ, 22 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ શાળા માત્ર શિક્ષણ નહીં પણ રાષ્ટ્ર માટે નાગરિક ઘડતર કાર્ય પણ કરે છે. બાળકના સર્વાંગીણ વિકાસ માટે સતત પ્રયત્ન કરે છે. તેની વેદના તેની સંવેદના તથા તેની ભૌગોલિક, ભૌતિક તથા સામાજિક પરિસ્થિતિ અનુસાર તેના અભ્યાસમ
શ્રેષ્ઠ શાળા - વેલણ પ્રાથમિક શાળા


ગીર સોમનાથ, 22 સપ્ટેમ્બર (હિ.સ.)

ગીર સોમનાથ શાળા માત્ર શિક્ષણ નહીં પણ રાષ્ટ્ર માટે નાગરિક ઘડતર કાર્ય પણ કરે છે. બાળકના સર્વાંગીણ વિકાસ માટે સતત પ્રયત્ન કરે છે. તેની વેદના તેની સંવેદના તથા તેની ભૌગોલિક, ભૌતિક તથા સામાજિક પરિસ્થિતિ અનુસાર તેના અભ્યાસમાં સહાયક શાળા એક વરદાન સમાન ગણાવી શકાય. છેવાડાના વિસ્તારોમાં દરિયાકિનારે વેલણ ગામ એટલે જ્યાં જમીન પુરી થાય અને દરિયો આવકાર આપે અરબ સાગરના કિનારે વસેલું ગામ અહીં સરકારી શાળાઓ ગામ અને કોડીનાર તાલુકાની શોભા સમાન છે.

17 સપ્ટેમ્બર 2025 સમગ્ર દેશમાં જયારે પ્રધાનમંત્રીજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સ્વચ્છતા પખવાડિયાની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. શાળાઓ સાથે સાથે સમાજમાંથી આવેલા દરેક બાળકના સન્માન માટે જન્મોત્સવ ઉજવણી કરતા હોય છે. ભારતની પરિવાર પરંપરા વિશ્વમાં શ્રેષ્ઠ છે તેના સંસ્કારોનું સિંચન સરકારી શાળાઓ કરે છે. સામાજિકરણનું શ્રેષ્ઠ માધ્યમ શાળા છે. પ્રિયાંશીબેન દિલીપવાઘેલા વેલણ પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરે છે આજે તેમનો જન્મદિવસ છે. પ્રિયાંશીબેન ખુબજ પ્રતિભાશાળી વિધાર્થીની છે શાળામાં અને દરેક વિષયમાં ખૂબ જ નિયમિત રહી અને પોતાનો અભ્યાસ કરે છે અને શાળાને ગૌરવ અપાવે છે ધોરણ સાતમા પણ એમણે ખૂબ સારા ગુણ સાથે પરિણામ પ્રાપ્ત કર્યું હતું પ્રિયાંશી બેનના પિતાજી રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને માતા ગૃહિણી છે. પ્રિયાંશી બેન શાળાના દરેક ક્ષેત્રમાં ખુબજ ખંતથી કામ કરી અને શ્રેઠ વિધાર્થીની બન્યા છે એ બાબત માં વેલણ શાળા પરિવાર એમના માટે ગૌરવની લાગણી અનુભવે છે. આ દીકરી ગામનું ગૌરવ સામન છે.આજે સાથે મળીને શાળા પરિવાર દ્વારા તેમનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. માટે જ કહી શકાય કે સરકારી શાળા શ્રેષ્ઠ શાળા વેલણ પ્રાથમિક શાળા તેનું ઉત્તમ ઉદાહરણ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande