આજીવન કેદની સજાના આરોપી ગિરીશ સાગઠિયા બગસરા પોલીસે ઝડપી પાડ્યો
અમરેલી, 22 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના બગસરા પોલીસને મોટી સફળતા મળી છે. ખૂનના ગુનામાં સંડોવાયેલા અને નામદાર હાઇકોર્ટ દ્વારા આજીવન કેદની સજા થયેલા આરોપી ગિરીશ સાગઠિયાને બગસરા પોલીસ ટીમે ઝડપી પાડ્યો છે. માહિતી મુજબ, ગિરીશ સાગઠિયા લાંબા સમયથી ફર
આજીવન કેદની સજાના આરોપી ગિરીશ સાગઠિયા બગસરા પોલીસે ઝડપી પાડ્યો


અમરેલી, 22 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના બગસરા પોલીસને મોટી સફળતા મળી છે. ખૂનના ગુનામાં સંડોવાયેલા અને નામદાર હાઇકોર્ટ દ્વારા આજીવન કેદની સજા થયેલા આરોપી ગિરીશ સાગઠિયાને બગસરા પોલીસ ટીમે ઝડપી પાડ્યો છે.

માહિતી મુજબ, ગિરીશ સાગઠિયા લાંબા સમયથી ફરાર હતો અને પોલીસે તેની શોધખોળ તીવ્ર બનાવી હતી. બગસરા પોલીસ સ્ટેશનના અધિકારીઓને ચોક્કસ સૂત્રો દ્વારા મળેલી માહિતીના આધારે કાર્યરત થઈ, જાળ બિછાવી આરોપીને કાબુમાં લીધો. ખૂનના ગંભીર ગુનામાં હાઇકોર્ટથી આજીવન કેદની સજા ફટકારવામાં આવ્યા બાદથી જ સાગઠિયા પોલીસ માટે માથાનો દુખાવો બન્યો હતો. પોલીસની સતત નજર અને સઘન ચકાસણી બાદ આખરે તેને પકડી પાડવામાં સફળતા મળી.

આ કામગીરી બદલ બગસરા પોલીસ સ્ટાફની પ્રશંસા થઈ રહી છે. સ્થાનિક નાગરિકોમાં પણ રાહતનો માહોલ જોવા મળ્યો છે, કારણ કે લાંબા સમયથી ફરાર આરોપી પકડાતા કાયદા અને વ્યવસ્થા પર વિશ્વાસ વધુ મજબૂત થયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande