અમરેલી વિભાગના રાજ્ય ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન–2025 અંતર્ગત વોલ પેન્ટિંગ અને ઝુંબેશ
અમરેલી, 22 સપ્ટેમ્બર (હિ.સ.): સ્વચ્છ ભારત મિશનને આગળ ધપાવવા માટે રાજ્યભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અમરેલી વિભાગના રાજ્ય ડેપો ખાતે પણ સ્વચ્છતા અભિયાન–2025 અંતર્ગત અનોખી પહેલ કરવામાં આવી. સ્થાનિક શાળાઓની બાળાઓ દ્વારા વોલ પેન્ટિંગ સાથ
અમરેલી વિભાગના રાજ્ય ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન–2025 અંતર્ગત વોલ પેન્ટિંગ અને ઝુંબેશ


અમરેલી, 22 સપ્ટેમ્બર (હિ.સ.): સ્વચ્છ ભારત મિશનને આગળ ધપાવવા માટે રાજ્યભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અમરેલી વિભાગના રાજ્ય ડેપો ખાતે પણ સ્વચ્છતા અભિયાન–2025 અંતર્ગત અનોખી પહેલ કરવામાં આવી. સ્થાનિક શાળાઓની બાળાઓ દ્વારા વોલ પેન્ટિંગ સાથે સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો કાર્યક્રમ યોજાયો.

કાર્યક્રમમાં ડેપો મેનેજર તથા વિભાગીય નિયામક ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે સ્વચ્છતા એ માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકનું ફરજ છે. સમાજના દરેક વર્ગ, ખાસ કરીને વિદ્યાર્થીઓમાં સ્વચ્છતાની ભાવના ઊંડે ઉતરે તે માટે આ પ્રકારની પ્રવૃત્તિઓ અત્યંત જરૂરી છે.

શાળાની બાળાઓએ વિવિધ રંગોથી દીવાલો પર આકર્ષક પેન્ટિંગ બનાવીને સ્વચ્છતા સંદેશો આપ્યા. સ્વચ્છ ગામ–સ્વસ્થ ગામ, સ્વચ્છતા એ સેવા જેવા સંદેશો ચિત્રો દ્વારા દર્શાવવામાં આવ્યા. આકર્ષક પેન્ટિંગથી માત્ર ડેપોનો પરિસર જ સુંદર બન્યો નથી, પરંતુ જનમાનસમાં પ્રેરણાનું સશક્ત માધ્યમ બન્યું છે. સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ દરમિયાન વિદ્યાર્થીઓએ સ્વચ્છતા શપથ લીધો અને પરિસર તેમજ પોતાના ગામ–શહેરને હંમેશાં સ્વચ્છ રાખવાનો સંકલ્પ કર્યો. ડેપો મેનેજરે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું કે નાના–મોટા પ્રયાસોથી મોટી પરિવર્તન લાવી શકાય છે.

આ કાર્યક્રમને કારણે સ્થાનિક નાગરિકો તેમજ કર્મચારીઓમાં પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ જોવા મળી. સ્વચ્છતા અભિયાન–2025ના ભાગરૂપે અમરેલી વિભાગના રાજ્ય ડેપો દ્વારા કરાયેલ આ પહેલને સર્વત્ર વખાણ મળી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande