સોમનાથ પ્રભાસ પાટણ ખાતે હસ્ત શિલ્પ સી સેલ ક્રાફ્ટ તાલીમ વર્ગનું થયું ઉદ્ઘાટન
ગીર સોમનાથ, 22 સપ્ટેમ્બર (હિ.સ.): સોમનાથ પ્રભાસ પાટણ ખાતે હસ્ત શિલ્પ સી સેલ ક્રાફ્ટ તાલીમ વર્ગનું થયું ઉદ્ઘાટન 50 દિવસ ચાલનારા આ તાલીમ વર્ગમાં 30 મહિલાઓને દરિયાઈ છીપ હસ્તકલા શિલ્પથી તાલીમ બધ્ધ કરી કેન્દ્રીય ટેક્સટાઇલ ડિપાર્ટમેન્ટ મહિલાઓમાં સ્વરોજગાર
ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ


ગીર સોમનાથ, 22 સપ્ટેમ્બર (હિ.સ.): સોમનાથ પ્રભાસ પાટણ ખાતે હસ્ત શિલ્પ સી સેલ ક્રાફ્ટ તાલીમ વર્ગનું થયું ઉદ્ઘાટન 50 દિવસ ચાલનારા આ તાલીમ વર્ગમાં 30 મહિલાઓને દરિયાઈ છીપ હસ્તકલા શિલ્પથી તાલીમ બધ્ધ કરી કેન્દ્રીય ટેક્સટાઇલ ડિપાર્ટમેન્ટ મહિલાઓમાં સ્વરોજગાર આત્મનિર્ભરતા અને તેઓના કસબ દેશ અને રાજ્યમાં પહોંચે અને કલાને પ્લેટફોર્મ મળે તે માટે આ તાલીમ યોજાઈ છે.

સોમનાથ ખાતે આજરોજ આ તાલીમ કેન્દ્રનું દીપ પ્રાગટ્ય કરી હસ્ત શિલ્પ વિભાગના અધિકારી આશુતોષ કુમારના વરદે હસ્તે રીબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આ પ્રસંગે હસ્ત શિલ્પ સંર્વધનના સ્થાનિક પ્રણેતા ગીરીશભાઈ ગૌસ્વામી સંચાલિકા શિવાની ગૌસ્વામી અમરીશ્વરી માતાજી મંદિર મહંત ભાવેશ ગીરીબાપુ ગૌસ્વામી સમાજના ઉપપ્રમુખ શૈલેષ ગીરી ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. હસ્ત શિલ્પ કલાના અધિકારી આશુતોષકુમારે સંબોધનમાં જણાવ્યું કે લુપ્ત થતી પ્રાચીન હાથ કળી કારીગીરીને ગુરુ શિષ્ય પરંપરા મુજબ જીવંત રાખી નવી પેઢી પણ આ કળાથી વાફેક થાય તે માટે ભારત સરકારના ટેક્સટાઇલ મંત્રાલય તરફથી આ તાલીમ યોજાય છે

ટ્રેનર તરફથી જે તે પ્રદેશની હસ્તકલા રાજ્ય અને દેશમાં કઈ રીતે પ્રોડક્ટ બનાવાય તેનું વિશેષ માર્ગદર્શન અપાય છે તાલીમ લેતી મહિલાઓને તાલીમ લેવા બદલ પુરસ્કાર કાર્ડ પણ આપવામાં આવે છે.

ભારત ભરમાં હસ્ત શિલ્પની પ્રાચીન પરંપરા વિસરાઈ ન જાય અને યોગ્ય પ્લેટફોર્મ મળે તે માટે 67 કેન્દ્રો આવેલા છે. જેમાં ગુજરાતમાં અમદાવાદ અને કચ્છ ખાતે છે, જે કેન્દ્રો હસ્તક રાજ્યના જિલ્લાઓને સમાવેશ કરાયેલ છે ઘર આંગણે જ સરકારની પ્રોત્સાહક દરિયાઈ વસ્તુઓનું હસ્ત શિલ્પ તાલીમ મળતા બહેનોમાં ખુશી અને આ જીવિકા અને રોજગારીની વધુ તકો ખુલી છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande