ગીર સોમનાથ 23 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ રાજ્યની સાથે જ ગીર સોમનાથ જિલ્લામાં પણ નવરાત્રિ મહોત્સવ તથા દશેરાના તહેવારની ઉજવણી રંગેચંગે કરવામાં આવશે. જેથી ખાનગી કે જાહેર સ્થળોએ રાત્રિ દરમિયાન ગરબા, રાસના કાર્યક્રમમાં લાઉડ સ્પીકર મોડે સુધી ન ચાલુ રાખવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ એન.વી.ઉપાધ્યાય દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
આ જાહેરનામામાં જણાવાયું છે કે, નોઈઝ પોલ્યુશન (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રૂલ્સ-૨૦૦૦ની કલમ-૫(૨)(૩)ની જોગવાઈઓને આધીનગીર સોમનાથ જિલ્લાના વિસ્તારમાં તા. ૨૨.૦૯.૨૦૨૫ થી ૦૨/૧૦/૨૦૨૫ (બન્ને દિવસો સહિત) રાત્રિના ૧૨.૦૦ કલાક પછી પબ્લિક એડ્રેસ સિસ્ટમ/લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ જાહેરનામાનો અનાદર કે ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ