ગીર સોમનાથ 23 સપ્ટેમ્બર (હિ.સ.)
ગીર સોમનાથ કલેકટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા વેરાવળ તથા તાલાલા તાલુકામાં ખનીજ ચોરીની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
આ તપાસ દરમિયાન કુલ ૦૪ વાહનોને બિન અધિકૃત રીતે વહન બદલ અટકાયત કરવામાં આવી હતી. જે પૈકી કુલ ૦૨ વાહનનો રૂ.૦.૯૦ લાખનો દંડ વસુલવામાં આવ્યો છે.
આ જ રીતે અન્ય ૦૨ વાહનની નિયમ અનુસાર ૪.૫૨ લાખની દંડની રકમ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ, કુલ રૂ. ૫.૧૨ લાખની ખનીજ ચોરી પકડવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ