ગીર સોમનાથ 23 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી ૨જી ઓક્ટોબરને સમગ્ર દેશમાં સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ને 'સ્વચ્છોત્સવ' તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ગીર સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા 'સ્વચ્છોત્સવ' કાર્યક્રમ અંતર્ગત આગામી ૧૭ સપ્ટેમ્બરથી ૦૨ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતાની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત વેરાવળ બસ સ્ટેશન ખાતે સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
વેરાવળ એસ.ટી. બસ સ્ટેશનના ડેપો મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ અને એસ.ટી. ડેપો સ્ટાફ દ્વારા સ્વચ્છતા રેલી યોજાઈ હતી.
વેરાવળ બસ સ્ટેશનના મુસાફરોને આ સફાઈ અભિયાનમાં જોડાવવા અને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપવા, કચરો કચરા પેટીમાં જ નાખવા તેમજ બસની અંદર રાખવામાં આવેલ ડસ્ટબિનનો ઉપયોગ કરવા અપીલ કરી બસ સ્ટેશનની સફાઈ કરવામાં આવી હતી
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ