ગાંધીનગર, 23 સપ્ટેમ્બર (હિ.સ.): ગુજરાતના શૈક્ષણિક જગતમાં સંસ્કાર સાથે શિક્ષણ આપતી સર્વ વિદ્યાલય કેળવણી મંડળની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશનના ડાયરેટર ડો. જીનલ જોષી તથા હૂડ કોલેજના પ્રમુખ ડૉ. ડેબી રિકરના હસ્તે કડી સર્વ વિશ્વવિદ્યાલય અને હૂડ કોલેજ (USA) વચ્ચે (MoU) સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન તથા કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસીડેન્ટ વલ્લભભાઈ પટેલની પ્રેરણા અને દીર્ઘ દૃષ્ટિથી ડો.કેયુર શાહ, તૃષાંત મહેતા, ડો.શિવાની ત્રિવેદી, ડો.રિચા મહેતા, તથા ડેલાપ્લેન સ્કૂલ ઓફ બિઝનેસના ડીન ડૉ. મહેશ પી. જોશીના સહયોગથી સફળતાપૂર્વક આ કરાર થયેલો છે.
આ કરારથી એક ઉદ્યોગસાહસિક સર્ટીફિકેટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે જે વિધાર્થીઓને વૈશ્વિક દૃષ્ટિકોણ, નેતૃત્વ શકિત, શૈક્ષણિક શ્રેષ્ઠતા અને ઉદ્યોગસાહસિક કુશળતા પ્રદાન કરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ