પાટણ, 27 સપ્ટેમ્બર (હિ.સ.)હારીજ ખાતે કેળવણી મંડળ સંચાલિત શાળાઓના કુલ 2150 વિદ્યાર્થીઓએ નવરાત્રિ મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરી. બાલમંદિરથી માંડીને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ સુધી બધા જ વિદ્યાર્થીઓ આ ઉત્સવમાં આનંદપૂર્વક જોડાયા હતા.
હાઈસ્કૂલના વિશાળ મેદાનમાં ડીજે મ્યુઝિકના તાલે વિવિધ રમઝટભેર ગરબા રમવામાં આવ્યા. વિદ્યાર્થીોએ શક્તિ આરાધનાના આ પર્વને ગરબા અને સંસ્કૃતિના ઉલ્લાસ સાથે માણ્યો હતો. ગરબાની ગૂંજે સમગ્ર વાતાવરણ ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવનાથી મહેકી ઉઠ્યું હતું.
કેળવણી મંડળની કે.પી. અને એચ.એન.એસ. હાઈસ્કૂલ, એચ.એન.એસ. અને આર.કે.પી. તન્ના ગર્લ્સ હાઈસ્કૂલ, શ્રીમતી આર.ડી.એ. ઠક્કર અને એસ.એન.ડી. ઠક્કર વિદ્યામંદિર તથા માતૃશ્રી કે.બી.જે. ઝવેરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સવમાં જોડાઈ સુંદર પ્રવૃત્તિઓનું નિર્માણ કર્યું હતું. સાથે જ તમામ શાળાના સ્ટાફ સભ્યો પણ ગરબામાં જોડાઈ ઉત્સવને યાદગાર બનાવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ