વિશ્વમાં એકમાત્ર મંદિર, જ્યાં થાય છે નવરાત્રિના નવ દિવસ અખંડ 1100 દિપક !!
- વડોદરાના શેરખીમાં આવેલ ગાયત્રી માતાના મંદિરમાં નવ દિવસ થાય છે અખંડ દીપક... વડોદરા, 27 સપ્ટેમ્બર (હિ.સ.) નવરાત્રીના પાવન તહેવારનું હિન્દૂ ધર્મમાં અનેરું મહત્વ રહેલું હોય છે. આ પર્વમાં ખાસ કરીને મા અંબાની પૂજા કરવામાં આવે છે. આ પર્વની ઉજવણી માં આદ્
વડોદરાના શેરખીમાં આવેલ ગાયત્રી માતાના મંદિરમાં નવ દિવસ થાય છે અખંડ દીપક...1


વડોદરાના શેરખીમાં આવેલ ગાયત્રી માતાના મંદિરમાં નવ દિવસ થાય છે અખંડ દીપક...


- વડોદરાના શેરખીમાં આવેલ ગાયત્રી માતાના મંદિરમાં નવ દિવસ થાય છે અખંડ દીપક...

વડોદરા, 27 સપ્ટેમ્બર (હિ.સ.) નવરાત્રીના પાવન તહેવારનું હિન્દૂ ધર્મમાં અનેરું મહત્વ રહેલું હોય છે. આ પર્વમાં ખાસ કરીને મા અંબાની પૂજા કરવામાં આવે છે. આ પર્વની ઉજવણી માં આદ્યશક્તિની ભક્તિ સાથે નવ દિવસ ભક્તો દ્વારા અલગ અલગ રીતે ઉપાસના કરવામાં આવતી હોય છે. કેટલાક લોકો આ દિવસોમાં નવ દિવસ સુધી અખંડ દિવો પ્રગટાવતા હોય છે.

વડોદરા પાસે આવેલ શેરખી ગામ ખાતે આવેલ શ્રી બ્રહ્મર્ષિ સંસ્કાર તીર્થ ગાયત્રી આશ્રમના પરમ પૂજ્ય હર્ષદ બાપા દ્વારા માં અંબાની ઉપાસના હેઠળ 1100 અખંડ દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા છે. જેમાં તેમના દ્વારા નવરાત્રીના પહેલા નોરતે ગાયના ગૌમુત્ર અને છાણથી લીપણ કરવામાં આવ્યું. ગાયત્રી આશ્રમના હરિઓમ દવે જણાવ્યું કે, નવરાત્રીના પ્રથમ નોરતે 1100 ગાયના ઘીના અખંડ દીપ કરી માં આદ્યશક્તિની ઉપાસના કરાય છે સાથે જ નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવતું હોય છે.

અખંડ દીપનું ધ્યાન રાખવા સવાર સાંજ માત્ર ધોતી પહેરેલા છ પંડિત ઉપસ્થિત રહેતા હોય છે. જેમના દ્વારા વિધિવત રીતે પૂજા અર્ચના કરવામાં આવે છે. જેમાં 1500 કિલો શુદ્ધ ગાયના ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. સંપૂર્ણ વિશ્વમાં આ માત્ર એક સ્થળ એવું છે જ્યાં આટલી મોટી સંખ્યામાં નવરાત્રી પર્વ નિમિત્તે અખંડ દીવાનું અનુષ્ઠાન કરવામાં આવે છે.

વધુમાં જણાવ્યું કે, છેલ્લા 8 વર્ષથી ગાયત્રી આશ્રમમાં 1100 જેટલા અખંડ દીવાઓ કરવામાં આવે છે. નવરાત્રીના પ્રથમ નોરતાથી લઈને દશેરા સુધી આ અખંડ દિવાની જ્યોત ચાલુ રહે છે. જેના દર્શન માટે વડોદરા સહિત અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગરથી ભક્તજનો ખાસ દર્શન માટે પધારતા હોય છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande