ગાંધીનગર કલ્ચરલ ફોરમમાં નવરાત્રીની છઠ્ઠી રાત્રીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પધાર્યા
ગાંધીનગર, 28 સપ્ટેમ્બર (હિ.સ.): મા ને અરજ, આપણા નગરની...ના ભાવ સાથે આયોજિત ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં ગુજરાતના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી પધાર્યા હતા. ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્ત જહાએ ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીનું પુષ્પગુચ્છથી સ્વા
ગાંધીનગર કલ્ચરલ ફોરમ ગરબા


ગાંધીનગર કલ્ચરલ ફોરમ ગરબા


ગાંધીનગર કલ્ચરલ ફોરમ ગરબા


ગાંધીનગર કલ્ચરલ ફોરમ ગરબા


ગાંધીનગર કલ્ચરલ ફોરમ ગરબા


ગાંધીનગર, 28 સપ્ટેમ્બર (હિ.સ.): મા ને અરજ, આપણા નગરની...ના ભાવ સાથે આયોજિત ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં ગુજરાતના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી પધાર્યા હતા. ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્ત જહાએ ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. ગાંધીનગરના શ્રેષ્ઠ ખેલૈયાઓને પરંપરાગત ગામઠી પહેરવેશમાં ગરબે રમતા જોઈને ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. તેમણે ખેલૈયાઓનું અભિવાદન કરીને પ્રોત્સાહિત કર્યા હતા. ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આશિષભાઈ દવે અને ગાંધીનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ ગાંધીનગરના ખેલૈયાઓ સાથે ગરબે રમ્યા હતા. 'મા ને અરજ આપણા નગરની' ના ભાવ સાથે ઉજવાઈ રહેલી ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં આજે છઠ્ઠી રાત્રીએ ખેલૈયાઓ એક એકથી ચઢિયાતા ભાતીગળ વસ્ત્રોમાં સજ્જ થઈને ગરબે રમવા આવ્યા હતા. કલ્પતરુ પ્રોજેક્ટસ ઇન્ટરનેશનલના પ્રેસિડેન્ટ રાજીવ દલેલા અને પ્લાન્ટસ હેડ કુમાર દેવેન કલ્ચરલના ગરબા માણવા પધાર્યા હતા.

ગાંધીનગરના પૂર્વ મેયર હિતેશ મકવાણા, ગાંધીનગર નાગરિક કો-ઓપરેટીવ બેંકના ચેરમેન મહેન્દ્ર પટેલ (દાસ), દૂધ વાપરનારાઓની સહકારી મંડળી, ગાંધીનગરના ચેરમેન દિલીપસિંહ ચૌહાણ, ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિએશનના સેક્રેટરી એચ.એમ.પટેલ, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગરના વાઇસ ચાન્સેલર ડૉ. ટી. એસ. જોશી, ટીચર્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. આર. સી. પટેલ, ગાંધીનગર વૈષ્ણવ સમાજ, વીવાયઓ ગાંધીનગર, એસવીવીપી ગાંધીનગર અને સમસ્ત ખડાયતા સમાજ ગાંધીનગરના આગેવાનો મા આદ્યશક્તિની આરતી ઉતારવા માટે ગાંધીનગર કલ્ચરલ ફોરમના આંગણે પધાર્યા હતા.

ગુજરાતના જાણીતા કવિ અંકિત ત્રિવેદીના સાંનિધ્યમાં ગાયક આનંદ વસાવડા અને દેવર્ષિ સોનેજી તથા સાથી કલાકારોએ ગુજરાતી પ્રાચીન પરંપરાગત ગરબાને સ્વરે મઢીને ધૂમ‌ મચાવી હતી.

નવરાત્રીની છઠ્ઠી રાત્રીએ કલ્ચરલના ગરબામાં કશિષ પંચાલ બેસ્ટ પર્ફોર્મન્સ પ્રિન્સેસ અને હર્ષિલ ત્રિવેદી પ્રિન્સ તરીકે વિજેતા થયા હતા. અનુપા પંડ્યા અને નિરવ ગઢવી રનર્સ અપ રહ્યા હતા. દિવ્યેશ મકવાણા અને કુણાલ મકવાણાની જોડી બેસ્ટ પેર તરીકે વિજેતા થઈ હતી, જ્યારે નિલય વાણીયા અને તીર્થ જોશીની જોડી રનર્સ અપ રહી હતી. પિંકી મુન્ધ્રા બેસ્ટ ક્વીન અને અર્પણ પટેલ બેસ્ટ કિંગ તરીકે વિજેતા થયા હતા, જ્યારે દર્શના સોલંકી અને મિલન પટેલ રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ડ્રેસ પ્રિન્સેસ તરીકે દેવાંગી મહેતા અને પ્રિન્સ તરીકે જીનલ જૈન વિજેતા થયા હતા. આ કેટેગરીમાં માહી પંડ્યા અને ભૌમિક ચૌહાણ રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ટીનેજર ગર્લ અન્વી માને અને બેસ્ટ ટીનેજર બોય તરીકે રુદ્ર શાહ વિજેતા થયા હતા. આ કેટેગરીમાં પલ્લવી પટેલ અને માનુષ પટેલ રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ કીડની કેટેગરીમાં આરાધ્યા જંગમ અને માહિર પટેલ વિજેતા થયા હતા, જ્યારે નવ્યાબા રાઓલ અને શ્રેય ચૌહાણ રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ચાઈલ્ડ કેટેગરીમાં તનિષ્કા નાઈ અને હેનરીક શ્રીગોળ વિજેતા થયા હતા, જ્યારે શ્લોકા પંડ્યા અને જીયાન્સ ડોડીયા રનર્સ અપ રહ્યા હતા. નિર્ણાયક તરીકે ડૉ. ભાવેશ એરડા, સેજલ ઠક્કર, પ્રાચીબા સોલંકી, કવિતા દહીયા અને નિરાલી પઢિયારે સેવાઓ આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande