સોમનાથ,28 સપ્ટેમ્બર (હિ.સ.) સોમનાથ નિલેશ જાજડીયા પોલીસ મહાનિરીક્ષક, જુનાગઢ વિભાગનાઓ તથા જયદીપસિંહ જાડેજા પોલીસ અધિક્ષક, ગીર સોમનાથનાઓ તરફથી જુદા જુદા સોશ્યલ મિડીયા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટસએપ વિગેરે ઉપર ગુનેગારો તથા અન્ય વ્યક્તિઓ હથીયાર સાથેના ફોટાઓ પાડી સામાન્ય નાગરીકોમાં ભય અને દહેશત ફેલાવી ભયનું વાતાવરણ ઉભુ કરતા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવાં કરેલ સુચના મુજબ,
એન.એ.વાઘેલા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. ગીરસોમનાથના માર્ગદર્શન અનુસાર એસ.ઓ.જી. સ્ટાફના ઇબ્રાહીમશા બાનવા, પ્રતાપસિંહ ગોહીલ એ.એસ.આઇ. તથા રણજીતસિંહ ચાવડા પો.કોન્સ. એ રીતેના પોલીસ સ્ટાફ સાથે કામગીરી સબબ ગીરગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન નીચે જણાવેલ વિગત મુજબના ઇસમએ હથિયાર સાથે સોશ્યલ મિડીયામાં વિડીયો/ફોટો અપલોડ કરેલ હોય જેને જરગલી ગામે, વાડી વિસ્તારમાંથી હથીયાર ગુપ્તી સાથે પકડીપાડી આરોપી વિરૂધ્ધ ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં જી.પી.એ.૧૩૫ મુજબ ગુન્હો રજી. કરાવેલ.
X આરોપીનું નામ
ભાવેશ કેશુ પરમાર, ઉવ.૨૬, ધંધો.મજુરી, રહે.જરગલી ગામ તા.ગીરગઢડા
જી.ગીરસોમનાથ
X પકડેલ હથિયાર
સ્ટીલના હાથાવાળી ગુપ્તી નંગ-૧ કી.રૂ.૧૦૦/-
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ