સોમનાથ 28 સપ્ટેમ્બર (હિ.સ.) સોમનાથ જીલ્લામાં લોકોના આરોગ્ય તથા ખાદ્ય પદાર્થ સાથે ચેડા કરી, આરોગ્યને ખુબજ ગંભીર પ્રકારે નુકશાન કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી તેમના વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સુચના આપેલ તે અનુસાર
એન.એ.વાઘેલા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર.એસ.ઓ.જી. ગીરસોમનાથ તથા એસ.ઓ.જી. સ્ટાફના દેવદાન કુંભરવાડીયા, મેરામણ શામળા, ભુપતગીરી મેઘનાથી એ.એસ.આઇ. તથા વિપુલ ટીટીયા પો. હેડ કોન્સ. તથા કૈલાશ બારડ એ રીતેના વેરાવળ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન સંયુક્ત બાતમી આધારે વેરાવળ શહેર વિસ્તારના પાટણ દરવાજા પાસે આવેલ વોલ્ગા ઘી ડેપો નામની દુકાનમાં સિનીયર ફુડ સેફટી ઓફીસર, ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન નાઓને સાથે રાખી તપાસ કરતા દિવેલ વનસ્પતિ તેલ તથા સોયા તેલમાં બ્રાન્ડેડ માહી તથા એવર ગ્રીન ઘી ની ભેળસેળ કરી ૩૦૦ થી ૭૦૦ રૂપીયા લઇ Non edible જેવા શબ્દો લખી મિલાવટ ઘીનું ફુડ લાઇસન્સ વગર ગૌતમ રતિલાલ વાઘેલા રહે.વેરાવળ ૮૦ ફુટ રોડ આઝાદ સોસાયટી વાળો વેચાણ કરતો મળી આવેલ હોય જેથી જરૂરી નુમનાઓ લઇ દુકાન માલીક વિરૂધ્ધ બનાવટી, ભેળસેળ યુક્ત ઘી અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ