સુરતમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ, ખેલૈયાઓમાં ચિંતા
સુરત, 28 સપ્ટેમ્બર (હિ.સ.): શહેરમાં રવિવારની વહેલી સવારથી જ મેઘરાજાની જોરદાર એન્ટ્રી થઈ છે. હવામાન વિભાગ દ્વારા અપાયેલી આગાહીના અનુસંધાને આજે દિવસભર વરસાદનો મારો ચાલુ રહ્યો હતો. અલથાણ, અઠવાગેટ, રાંદેર, ઉધના, ડીંડોલી અને વેસુ જેવા વિસ્તારોમાં ખાસ કરીન
Heavy rains


સુરત, 28 સપ્ટેમ્બર (હિ.સ.): શહેરમાં રવિવારની વહેલી સવારથી જ મેઘરાજાની જોરદાર એન્ટ્રી થઈ છે. હવામાન વિભાગ દ્વારા અપાયેલી આગાહીના અનુસંધાને આજે દિવસભર વરસાદનો મારો ચાલુ રહ્યો હતો. અલથાણ, અઠવાગેટ, રાંદેર, ઉધના, ડીંડોલી અને વેસુ જેવા વિસ્તારોમાં ખાસ કરીને ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક સ્થળોએ પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે.

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે અને સુરતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સતત વરસતા વરસાદે શહેરના દૈનિક જીવનની ગતિ ધીમી કરી દીધી છે.

આ પરિસ્થિતિમાં સૌથી મોટી ચિંતા હાલ નવરાત્રીના આયોજકો અને ખેલૈયાઓમાં જોવા મળી રહી છે. ગરબા મહોત્સવની તૈયારીઓ અને પ્રેક્ટિસ જોરશોરથી ચાલી રહી છે, ત્યારે સતત વરસતા વરસાદને કારણે ખેલૈયાઓમાં ભય ફેલાયો છે કે ક્યાંક તેમના ઉત્સવની મજા ભંગ તો નહીં થાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande