અંબાજી, સપ્ટેસ્બર (હિ. સ)દુર્ગાષ્ટમીના પર્વે શક્તિપીઠ અંબાજી
ખાતે અંબાજી મંદિરમાં વહેલી સવાર થીજ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી જેમાં ખાસ
કરીને રાજવી પરિવારની કુળદેવી માં દુર્ગાની અષ્ટમી હોઈ અને જયારે માં અંબાના
પરિષરમાં જ દુર્ગાષ્ટમીનો હવન કરાતો હોય ત્યારે રાજવી પરિવાર દ્વારા થતા હવનને
જોવા પણ ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે આ હવન દાંતા રાજ્ય વખતના રાજવી પરિવાર
દ્વારા કરવામાં આવે છે અને તેમના શ્રીફળ હોમાયા બાદ જ શ્રદ્ધાળુઓ દર્શન તેમજ
પોતાના શ્રીફળ હવનમાં હોમવાનો લાભ મળતો હોય છે આજે મંદિર પરિષરમાં યોજાયેલા
દુર્ગાષ્ટમીના હવનમાં દાંતા સ્ટેટ વખતના રાજા જસરાજની પરમારના વંશજ આજે પણ આ
હવનમાં ઉપસ્થિત રહી માં દુર્ગાની પૂજા અર્ચના અને મહાયજ્ઞ કરી શ્રીફળ હોમ્યું હતું
રાજવી પરિવાર દ્વારા કરાતા આ યજ્ઞની પરંપરા સેંકડો વર્ષ પુરાની છે જેનો ઇતિહાસ 800
થી 900
વર્ષ જૂનું હોવાનું મનાય છે આમ
આ પરંપરા વિક્રમ સવંત 1136 થી ચાલી આવી છે અને દાંતા સ્ટેટ સરકારમાં મર્જ કરાયા બાદ પણ આ હવન
કરવાનો અબાધિત હક્ક સુપ્રીમ કોર્ટ દ્વારા રાજવી પરિવારને મળેલો છે અને જે પરંપરાને
લઇ રાજવી પરિવારના વંશજ દ્વારા 40 ઉપરાંત પેઢીઓ થી ચાલી આવી છે જે પરંપરા રાજવી પરિવાર આજે પણ નિભાવી
રહ્યા હોવાનું રિદ્ધિરાજસિંહજી પરમાર (રાજવી
વંશજ)દાંતા સ્ટેટ,દાંતા જણાવ્યું હતું જોકે રાજ રજવાડામાં હવન કરાયા બાદ
માતાજી ના પ્રસાદ તરીકે સુખડી લૂંટાવવાની એક અનોખી પરંપરા હતી તે પરંપરા રજવાડા
સમાપ્ત થયા બાદ બંધ કરાઈ હતી પરંતુ આ વખતે રાજાના વંશજ રિદ્ધિરાજસિંહ પરમાર દ્વારા
આ વખત થી ફરી એકવાર સુખડી લૂંટાવવાની નહિ પરંતુ સુખડી પ્રસાદ તરીકે વહેંચવાની
શરૂઆત કરી છે જે સુખડીનો પ્રસાદ લેવા પણ લોકોની ભારે પડાપડી જોવા મળી હતી .
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ