પાટણ, 30 સપ્ટેમ્બર (હિ.સ.) રાધનપુર રેલવે સ્ટેશન નજીક મોડી રાત્રે બે બાઇક સામ-સામે અથડાતા ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ભીલોટ (રામનગર) ગામના યુવક ગોપાલ જયંતિભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે.
પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માત ત્યારે થયો હતો જયારે યુવકો ગરબા રમવા માટે જઈ રહ્યા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા યુવકને પ્રાથમિક સારવાર માટે રાધનપુરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, ત્યારબાદ વધુ સારવાર માટે તેને અમદાવાદ રીફર કરવામાં આવ્યો છે.
મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ