પાટણ, 30 સપ્ટેમ્બર (હિ.સ.) રાધનપુરના લેબર કોન્ટ્રાક્ટર પાસેથી બિલ્ડીંગ મટેરીયલના સેન્ટીંગના સામાનના વેચાણના નામે લાખો રૂપિયાની છેતરપિંડી થયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. 'Jay Laxmi Infra' નામના ખોટા ફેસબુક પેજ મારફતે એક અજાણ્યા ઈસમે સંપર્ક કરીને ઓનલાઇન રૂ. 4,32,832 ટ્રાન્સફર કરાવ્યા હતા અને પછી સામાન મોકલ્યા વિના વિશ્વાસઘાત કર્યો હતો.
આ મામલે રાધનપુર, અંબિકા સોસાયટીના રહેવાસી ૫૨ વર્ષીય રાજેન્દ્રકુમાર ભોળાભાઇ પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આરોપીએ રાજેન્દ્રકુમારનો વિશ્વાસ જીતી તેમને બિલ્ડીંગ મટેરીયલ માટેનો સેન્ટીંગ સામાન આપવાનું કહ્યું હતું. પરંતુ 29 જૂનથી 1 ઑગસ્ટ 2025 વચ્ચે અલગ-અલગ હપ્તામાં કુલ ₹4,32,832 રૂપિયા ગુગલ-પે મારફતે સંદિગ્ધ મોબાઇલ નંબર 9518130310 પર ટ્રાન્સફર કરાવ્યા બાદ પણ કોઈ માલ મોકલ્યો ન હતો.
રાધનપુર પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને પકડવા માટે કાર્યવાહી ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ