મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.)મહેસાણા જિલ્લામાં સહકારી ક્ષેત્રે વડાપ્રધાનશ્રીના લોકહિતકારી નિર્ણયો બદલ પોસ્ટકાર્ડ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લામાં સમાવિષ્ટ સેવા સહકારી મંડળીઓ (PACS) દ્વારા અત્યાર સુધી 2,90,000 અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા 40,000થી વધુ પોસ્ટકાર્ડ લખાયા છે. આ અભિયાન વડાપ્રધાનશ્રી પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો એક અનોખો પ્રયાસ બની રહ્યો છે.
કડી તાલુકાની ધી ખેરપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે આશરે 125 સભાસદો દ્વારા પોસ્ટકાર્ડ લેખનનું આયોજન કરાયું. આ પ્રસંગે ગુજરાત રાજ્ય સહકારી મંડળીઓના રજીસ્ટારશ્રી તેમજ સંયુક્ત રજીસ્ટ્રારશ્રી (વિભાગીય) મહેસાણા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેડુતો તથા પશુપાલકોને સરકાર દ્વારા જાહેર કરાયેલી કલ્યાણલક્ષી યોજનાઓ જેવી કે આત્મનિર્ભર ભારત નિર્માણ, ગ્રામ્ય કક્ષાએ માઇક્રો ATM, રૂ.2 લાખ સુધીની પશુનિભાવ લોન, PMJJBY, BBSSL, NCEL, CSC સેન્ટર, જન ઔષધી કેન્દ્ર જેવી યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું.
આ પોસ્ટકાર્ડ મહાભિયાન વડાપ્રધાનશ્રી દ્વારા સહકારિતા મંત્રાલયની સ્થાપના, GST દરોમાં રાહત તથા વિવિધ પ્રજાલક્ષી પગલાં બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પ્રેરણાદાયી પહેલ સાબિત થઈ રહી
છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR