ગીર સોમનાથ 5 સપ્ટેમ્બર (હિ.સ.) તાલાળા સહીત ગીરના આકોલવાડી પંથકમાં ગામોને જામવાળા પાસે અને થોરડી ગામ પાસે ના બે જર્જરી પૂલો ને તંત્રે બંધ કરાવતા એસટી બસો બંધ થઈ જતા ભાડે હાલાકી પડતી હતી આ અંગે કીશાન સંઘની જિલ્લા કલેક્ટર અને સરકારમાં રજૂઆત બાદ મીની એસટી બસો શરૂ કરવામાં આવેલ તે બસો જૂની હતી અને રૂટ 150 કિલોમીટર થી વધુ ના હોય છાસવારે બસો બંધ પડી જતા લોકોને અને વિદ્યાર્થીઓને ભારે પરેશાન બનતા હતા આ સમસ્યા અંગે કિસાનના પ્રમુખ ભરતભાઈ સોજીત્રાએ ફરી જિલ્લા કલેકટરને એસટી વિભાગના સચિવને રજૂઆત કરતા ઉપલેટા ઉના અને જેતપુર ઉનાના લાંબા રૂટો માટે બે નવી મીની એસટી ફાળવતા ગીરના ગ્રામ્ય વિસ્તારના લોકોને અને વિદ્યાર્થીઓને રાહત પ્રસરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ