જુનાગઢ 5સપ્ટેમ્બર (હિ.સ.) જુનાગઢ જિલ્લાના શાહપુર વંથલીમાં આવેલ વામન મંદિર ખાતે ભગવાન વામનજીને ધામધૂમ પૂર્વક ભક્તિમય માહોલ અને ઉત્સાહ સાથે જોરદાર ઉજવવામાં આવી હતી વહેલી સવારે મંદિરના ટ્રસ્ટ દ્વારા પૂજા અર્ચના બાદ વામનજીભગવાનજી ની ભવ્ય શાહી સવારી સાથે વંથલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી વળી હતી. ઠેક ઠેકાણે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ પ્રસંગે બપોરના વૈષ્ણવાચાર્ય ગોસ્વામી ગોપેશ કુમારજી મહારાજના વરદ્ હસ્તે આરતી કરવામાં આવી હતી એમાં મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા હતા અને વાતાવરણ ભક્તિમય જેવો માહોલ જોવા મળી રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ