શંખેશ્વરના 108 જૈન મંદિર ખાતે ઇતિહાસ સંકલન સમિતિનું અધિવેશન યોજાયું
પાટણ, 6 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે આવેલા 108 જૈન મંદિરના વૃષભ સભાગારમાં ભારતીય ઇતિહાસ સંકલન સમિતિનું એક દિવસીય દ્વિવાર્ષિક અધિવેશન યોજાયું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન ધારાસભ્ય ડો. સુખાજી ઠાકોરે કર્યું અને તેમણે બહુચરાજી શક્તિપીઠનો
શંખેશ્વરના 108 જૈન મંદિર ખાતે ઇતિહાસ સંકલન સમિતિનું અધિવેશન યોજાયું


પાટણ, 6 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે આવેલા 108 જૈન મંદિરના વૃષભ સભાગારમાં ભારતીય ઇતિહાસ સંકલન સમિતિનું એક દિવસીય દ્વિવાર્ષિક અધિવેશન યોજાયું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન ધારાસભ્ય ડો. સુખાજી ઠાકોરે કર્યું અને તેમણે બહુચરાજી શક્તિપીઠનો ઇતિહાસ ભાવપૂર્ણ રીતે વર્ણાવ્યો હતો. સમિતિના અધ્યક્ષ ડો. અંબાદાન રોહડિયાએ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. આ પ્રસંગે ઇતિહાસ ગૌરવ દર્શન સ્મરણિકા અને સરદાર પટેલ પર આધારિત પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું.

ICHR નવી દિલ્હીના ડો. ઓમજી ઉપાધ્યાયે ભારતીય ઇતિહાસ, કાલગણના, ગુરુકુળ પરંપરા અને પ્રાચીન વૈદિક વિજ્ઞાન વિષે વિગતવાર માહિતી આપી હતી. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશભાઈ મેરજાએ રાજ્યની ભૌગોલિક વિશેષતાઓ તથા ધાર્મિક મહત્વ વિષે માહિતી આપી હતી. સાધના સાપ્તાહિકના તંત્રી ભાનુભાઈ ચૌહાણે સમાજમાં પ્રવર્તમાન નેરેટિવ અંગે сво મત વ્યક્ત કર્યું હતું.

આ કાર્યક્રમમાં કૈલાસભાઈ ત્રિવેદીએ RSSના 100 વર્ષ નિમિત્તે પંચ પરિવર્તન વિષે માહિતી આપી હતી. ઉપરાંત ડો. ગીરીશચંદ્ર ઠાકર, મનુભાઈ પાવરા, હસમુખભાઈ જોશી અને હરિભાઈ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ભારતીય ઇતિહાસના સંવર્ધન અને સંચાલન દ્રષ્ટિકોણે નોંધપાત્ર રહ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande