ભરૂચમાં ભક્તિભાવ સાથે ગણેશ વિસર્જન કરાવવા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો
-નર્મદા નદીના પુલ ઉપર તેમજ આજુબાજુમાં લોકો ઊભા ના રહે તેના માટે ખડેપગે પોલીસ -નર્મદા નદીમાં શ્રદ્ધાભેર મૂર્તિઓનું વિસર્જન ભાડભૂત ખાતે આઇજી-એસપીએ સ્થળની મુલાકાત લીધી -નર્મદા નદીનું જળસ્તરમાં થયો ઘટાડો પરંતુ સ્વરૂપ બદલાયું નથી જ્યાં જોવો ત્યાં પાણી
ભરૂચમાં ભક્તિભાવ સાથે ગણેશ વિસર્જન કરાવવા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો


ભરૂચમાં ભક્તિભાવ સાથે ગણેશ વિસર્જન કરાવવા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો


ભરૂચમાં ભક્તિભાવ સાથે ગણેશ વિસર્જન કરાવવા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો


ભરૂચમાં ભક્તિભાવ સાથે ગણેશ વિસર્જન કરાવવા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો


-નર્મદા નદીના પુલ ઉપર તેમજ આજુબાજુમાં લોકો ઊભા ના રહે તેના માટે ખડેપગે પોલીસ

-નર્મદા નદીમાં શ્રદ્ધાભેર મૂર્તિઓનું વિસર્જન ભાડભૂત ખાતે આઇજી-એસપીએ સ્થળની મુલાકાત લીધી

-નર્મદા નદીનું જળસ્તરમાં થયો ઘટાડો પરંતુ સ્વરૂપ બદલાયું નથી જ્યાં જોવો ત્યાં પાણી જ પાણી

-અંક્લેશ્વર ભરૂચ વચ્ચે ગણેશ વિસર્જન યાત્રાઓ છતાં ટ્રાફિકનું નિયમન થતા ક્યાંય જામ નહી

ભરૂચ 06 સપ્ટેમ્બર (હિ.સ.) ભરૂચ જિલ્લામાં નવ દિવસના આતિથ્ય બાદ આજે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરાયું હતું. વહેલી સવારથી શ્રદ્ધાળુઓએ ડીજેના સંગીત અને ઢોલ-નગારાના તાલે ભગવાન ગણેશજીની શોભાયાત્રા કાઢી હતી. તંત્ર દ્વારા બનાવાયેલા કૃત્રિમ કુંડ અને વિવિધ જળાશયોમાં મોટી સંખ્યામાં પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.પરંતુ મોટી મૂર્તિઓનું નર્મદા નદીમાં વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાડભૂત સ્થિત નર્મદા નદીમાં મોટી પ્રતિમાઓનું પરંપરાગત વિસર્જન શ્રદ્ધા અને ભક્તિભાવથી સંપન્ન કરાવાયું હતું. જિલ્લા વહીવટી તંત્રે આ માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરી હતી.

સમગ્ર જિલ્લામાં સુરક્ષાની દૃષ્ટિએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વડોદરા રેન્જના આઇજી સંદીપ સીંઘે ભરૂચની મુલાકાત લીધી હતી. તેમણે ભાડભૂત ખાતે એસપી અક્ષયરાજ મકવાણા અને એએસપી અજયકુમાર મીણા સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

જ્યારે નર્મદા નદીએ તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યા બાદ ફરી સપાટીમાં ઘટાડો આવતા પોલીસ વિભાગે હાશકારો લીધો હતો.નર્મદા નદીના અંકલેશ્વર છેડે નાસ્તાની લારી ગલ્લા બંધ કરાવી નદીથી 200 મીટરના અંતરે બેરીકેડ મૂકી વિસ્તાર અવરજવર માટે બંધ કરી દેતા અને પોલીસ દ્વારા સઘન ચોકી ફેરો રાખતા તેમજ નર્મદામયા પુલ ઉપર પણ કોઇને ઊભા નહી રહેવા દેતા કોઈ દુર્ઘટના કે અકસ્માત થયો નથી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande