મગફળી પાકની નોંધણીનું સેટેલાઈટ આધારિત વેરીફીકેશન શરૂ
મહેસાણા, 6 સપ્ટેમ્બર (હિ.સ.)મહેસાણા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની અખબરી યાદી અનુસાર ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો માટે ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા હાલ ચાલી રહી છે, જે 15 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. આ વખતે પણ ખેડૂતોએ નોંધાવ
મગફળી પાકની નોંધણીનું સેટેલાઈટ આધારિત વેરીફીકેશન શરૂ


મહેસાણા, 6 સપ્ટેમ્બર (હિ.સ.)મહેસાણા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની અખબરી યાદી અનુસાર ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો માટે ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા હાલ ચાલી રહી છે, જે 15 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. આ વખતે પણ ખેડૂતોએ નોંધાવેલા સર્વે નંબરનું સેટેલાઈટ ઈમેજ આધારિત વેરીફીકેશન કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા ખરીફ-2025 માટે મગફળીના વાવેતરની સેટેલાઈટ ઈમેજ સાથે સરખામણી શરૂ થઈ છે. જો કોઈ સર્વે નંબર પર મગફળીનું વાવેતર જોવા નહીં મળે તો ખેતરમાં જઈ ચકાસણી કરવામાં આવશે. ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં રાજ્યના તમામ ખેડૂતોએ પોતાના ખેતરનો સર્વે અચૂક કરાવી લેવા ખેતી નિયામક કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ખાસ સૂચના મુજબ, ખેડૂતો એ જ સર્વે નંબરની ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરે જેમાં મગફળીનું વાવેતર કર્યું હોય. સાથે જ મગફળીના પાકનો જીઓ-ટેગ્ડ (Geo-tagged) ફોટો લઈને આધાર પુરાવા તરીકે પોતાના પાસે રાખવા સૂચના આપવામાં આવી છે.

આ પ્રક્રિયાથી ખેડૂતોની પાક નોંધણીમાં પારદર્શિતા વધશે અને ટેકાના ભાવે વેચાણમાં કોઈ અનિયમિતતા ન સર્જાય તે સુનિશ્ચિત થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande