જૂનાગઢ જિલ્લાની બાંટવા અને માણાવદર એક નગરપાલિકાઓની, પ્રાદેશિક કમિશનરની મુલાકાત – વિકાસ કામોની સમીક્ષા અને માર્ગદર્શન
ગીર સોમનાથ 8 સપ્ટેમ્બર (હિ.સ.) પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓ ભાવનગર ઝોન, ધવલ પંડ્યા દ્વારા ઝોન હેઠળ આવતી જૂનાગઢ જિલ્લાની બાંટવા અને માણાવદર નગરપાલિકાઓની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન વિવિધ વિકાસકીય કામોની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી અને
જૂનાગઢ જિલ્લાની બાંટવા અને માણાવદર


ગીર સોમનાથ 8 સપ્ટેમ્બર (હિ.સ.) પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓ ભાવનગર ઝોન, ધવલ પંડ્યા દ્વારા ઝોન હેઠળ આવતી જૂનાગઢ જિલ્લાની બાંટવા અને માણાવદર નગરપાલિકાઓની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન વિવિધ વિકાસકીય કામોની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી અને સમીક્ષા તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બાંટવા નગરપાલિકા ખાતે આઇકોનિક રોડ યોજના હેઠળ આયોજિત માણાવદર મેઇન રોડના નવીનીકરણના પ્રગતિ હેઠળના કામની, નવી નગરપાલિકા બિલ્ડિંગના પ્રગતિ હેઠળના કામની, આગવી ઓળખ અંતર્ગત લેવામાં આવેલ ગાર્ડન ની, નગરપાલિકા વિસ્તારમાં આવેલ જર્જરીત ઈમારતોની, નગરપાલિકા દ્વારા આયોજિત વરસાદી પાણીના નિકાલ માટેની ખુલ્લી ગટરની, ઘન કચરાના નિકાલની અને તેનો નિકાલ કરતા પ્રોસેસિંગ પ્લાન્ટની, ગંદા પાણીના શુધ્ધિકરણ માટેના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની, નગરપાલિકા હસ્તકના સ્મશાનની વગેરે સાઇટ વિઝિટ કરવામાં આવી હતી; જયારે માણાવદર નગરપાલિકા ખાતે ગંદા પાણીના શુધ્ધિકરણ માટેના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની, પાણીના શુધ્ધિકરણ કરતા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની, પાણીના સંગ્રહ માટેના સંપ અને ઊંચી ટાંકીઓની, નવી નગરપાલિકા બિલ્ડિંગના પ્રગતિ હેઠળના કામની, નગરપાલિકા હસ્તકની શાક માર્કેટની, ઘન કચરાના નિકાલની અને તેનો નિકાલ કરતા પ્રોસેસિંગ પ્લાન્ટની વગેરે સાઇટ વિઝિટ કરવામાં આવી હતી.

કમિશનરે બાંટવા નગરપાલિકા ખાતે માણાવદર મેઇન રોડના નવીનીકરણના કામમાં રોડને વધુ સુંદર બનાવવા માટેના વિકલ્પો સૂચવ્યા હતા અને મુખ્ય દ્વાર પર લાઈટિંગ કરવા તેમજ વૃક્ષારોપણ સમાન અંતરે અને એક સરખા વૃક્ષો રોપવા જણાવ્યું હતું.નવી નગરપાલિકા બિલ્ડિંગ ખાતે સિટી સિવિક સેન્ટરનું આ જ કેમ્પસમાં અલગ જગ્યાએ આયોજન કરવા જણાવ્યું હતું, અહીં પાર્કિગની સારી વ્યવસ્થા અને ટોયલેટ બ્લોક પણ હોય લોકોને અનુકૂળતા રહેશે તેમ જણાવ્યું હતું. આગવી ઓળખ અંતર્ગત પ્રગતિ હેઠળના બગીચાના કામમાં બ્લોકના અન્ય વિકલ્પો લઈ શકાય તેમ સૂચન કર્યું હતું. ઉપરાંત પાલિકા વિસ્તારમાં આવેલ જર્જરીત ઈમારતો બાબત ચીફ ઓફિસરશ્રીને કડક સૂચના આપી હતી .

તાજેતરમાં બાંટવા પાલિકા વિસ્તારમાં ભરાયેલ વરસાદી પાણીને ધ્યાને લઈને વરસાદી પાણીના નિકાલની ગટર અંગે તાત્કાલિક આયોજન કરવા તેમજ તેની ઉપર રેલીંગ તેમજ સોલર પેનલ લગાવવા સુચન કર્યું હતું જેથી ગટર ખુલી ન રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સોલર પેનલ થી વીજળીનું ઉત્પાદન થવાથી પાલિકાને વીજળીના બિલોમાં રાહત મળે. ઘન કચરાના નિકાલની ડમ્પ સાઇટ પર પ્રગતિ હેઠળના પ્રોસેસિંગ પ્લાન્ટનું કામ ઝડપથી પૂર્ણ કરવા અને અહીં ઊંચી ટાંકી બનાવવા તેમજ અહીં પણ સોલર પેનલનું આયોજન ઉપરાંત અહીં વૃક્ષારોપણ કરવા અને સાઇટ પર પડેલ ઘન કચરાનો તાત્કાલિક નિકાલ કરવા જણાવ્યું. ગંદા પાણીના શુધ્ધિકરણ માટેના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિયમિત મોનીટરીંગ રાખવા અને પાણી પુરવઠા વિભાગ સાથે સંકલન કરી પાણીનું યોગ્ય શુધ્ધિકરણ થાય અને પ્લાન્ટ નિયમિત શરૂ રહે તે માટે ચીફ ઓફિસરને જણાવ્યું હતું. પાલિકા ખાતે આવેલ સ્મશાનની મુલાકાત દરમિયાન અહીં નવીનીકરણના, વૃક્ષારોપણ વગેરે કામો લેવા સૂચન કર્યું હતું.

માણાવદર પાલિકા ખાતે ગંદા પાણીના શુધ્ધિકરણ માટેના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હાલ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા સંચાલિત છે. આ પ્લાન્ટમાં આવતા ગંદા પાણીના જથ્થા અને શુદ્ધિકરણ કર્યા બાદના પાણીના જથ્થા અને તેના પેરામીટરનું મોનીટરીંગ રાખવા ઈજનેરશ્રીને જણાવ્યું, તેમજ ગંદા પાણીના આવક/જાવકની પાઈપો પર ફલો મીટર લગાવી મોનીટરીંગ રાખવા સૂચન કર્યું હતું. પાણી વિતરણ માટેના ઉંચી ટાંકી અને સંપની જગ્યા ઘણી મોટી હોય અહી આવેલ ફાયર બિલ્ડીંગનું કલર કામ, અહી પાર્કિંગ શેડ બનાવવા, જર્જરિત પે એન્ડ યુઝ ટોઇલેટ તોડી પાડવા અને અન્ય ડેવલપમેન્ટ કરવા અને અહી આવેલ દબાણ દુર કરી આ જગ્યાએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું આયોજન કરવા જણાવ્યું. નવી નગરપાલિકા બિલ્ડિંગનું પ્રગતિ હેઠળનું કામ ઝડપથી પૂર્ણ કરવા અને અહી વ્યવસ્થિત પાર્કિંગનું આયોજન કરવા જણાવ્યુ,

નગરપાલિકા હસ્તકની શાક માર્કેટની વિઝીટ દરમિયાન અહી શરૂઆતમાં દબાણ અને ગંદકી દુર કરવા, પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવા, ફલોરિંગ કરવા, સીસીટીવી કેમેરા મુકવા અને પે એન્ડ યુઝ ટોઇલેટ અથવા પાર્કિંગનું આયોજન કરવા જણાવ્યું હતું. ઘન કચરાના નિકાલની અને તેનો નિકાલ કરતા પ્રોસેસિંગ પ્લાન્ટનું કામ ઝડપથી પૂર્ણ કરવા અને અહી પડેલ ઘન કચરાનો નિકાલ કરવા સુચના આપવામાં આવી હતી.

શહેરી નિર્માણ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હસ્તકની પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ ભાવનગર ઝોનના તાબા હેઠળ આવતી બાંટવા નગરપાલિકાની સ્થાપના તા.૧૪/૦૪/૧૯૯૪ના રોજ થયેલ અને તેની હાલની અંદાજીત વસ્તી ૧૭૭૨૭ છે તેમજ નગરપાલિકામાં ૬ વોર્ડ આવેલ છે; જયારે માણાવદર નગરપાલિકાની સ્થાપના તા.૧૫/૦૪/૧૯૯૪ના રોજ થયેલ અને તેની હાલની અંદાજીત વસ્તી ૩૩૦૦૦ છે તેમજ નગરપાલિકામાં ૭ વોર્ડ આવેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande