
જૂનાગઢ 01 જાન્યુઆરી (હિ.સ.) જૂનાગઢની ખ્યાતનામ અને ઐતિહાસિક શૈક્ષણિક સંસ્થા બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે કવચ કેન્દ્ર સાયબર સેલ અને અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં ગ્રાહક અધિકારી અને સાયબર સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા માટે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના ત્રણ જિલ્લાના પ્રભારી દેવાંગભાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વર્તમાન સમયમાં ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અને તેના નિવારણ માટેના કાયદાકીય પાસાઓ પર સચોટ માર્ગદર્શન પુરું પાડયું હતું.
આ પ્રસંગે કાર્યક્રમના સંયોજક ભાવનાબેન, ડૉ. પી. વી.બારસીયા, ડો. રતિલાલ કાલરીયા અને ડો. ચંદ્રકાંત વણકર પણ ખાસ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ જે. આર. વાંઝાએ પોતાના પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું હતું કે, શિક્ષિત યુવા વર્ગ જો જાગૃત હશે તો જ સમાજમાં ગ્રાહકોનું શોષણ અટકાવી શકાશે.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સાયબર સેલ કવચ કેન્દ્રના અધ્યક્ષ ડો. જીગ્નેશ કાચા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે ડિજિટલ યુગમાં સાયબર ક્રાઈમથી બચવા માટેના ઉપાયોની ચર્ચા કરી હતી, કાર્યક્રમના અંતે ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉ. ભરત રાઠોડે આભાર વિધિ કરી હતી.
આ કાર્યક્રમમાં કોલેજના તમામ વિભાગના અધ્યાપકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમ વિધાર્થીઓ માટે માર્ગદર્શક અને વિચારપ્રેરક સાબિત થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ