108 એમ્બ્યુલન્સ ટીમે રસ્તામાં કરાવી સફળ પ્રસૂતિ, માતા–બાળક સુરક્ષિત
પાટણ, 12 જાન્યુઆરી (હિ.સ.) : હારીજ તાલુકાના અરીઠા ગામના ભઠ્ઠા પર કામ કરતી એક સગર્ભા શ્રમિક મહિલાને ચાણસ્માની 108 એમ્બ્યુલન્સ ટીમે સમયસર મદદ પહોંચાડી રસ્તામાં જ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી માતા અને નવજાત બાળકનો જીવ બચાવ્યો. આ હાઈરિસ્ક મહિલાની ત્રીજી
108 એમ્બ્યુલન્સ ટીમે રસ્તામાં કરાવી સફળ પ્રસૂતિ, માતા–બાળક સુરક્ષિત


પાટણ, 12 જાન્યુઆરી (હિ.સ.) : હારીજ તાલુકાના અરીઠા ગામના ભઠ્ઠા પર કામ કરતી એક સગર્ભા શ્રમિક મહિલાને ચાણસ્માની 108 એમ્બ્યુલન્સ ટીમે સમયસર મદદ પહોંચાડી રસ્તામાં જ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી માતા અને નવજાત બાળકનો જીવ બચાવ્યો.

આ હાઈરિસ્ક મહિલાની ત્રીજી પ્રસૂતિ હતી. અચાનક ભારે પ્રસૂતિ પીડા ઉપડતાં 108 પર કોલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલ તરફ લઈ જતા રસ્તામાં મહિલાની સ્થિતિ અત્યંત નાજુક બની ગઈ હતી, તેમજ ગર્ભમાં રહેલા બાળક દ્વારા મિકોનીયમ પણ પાસ થઈ ચૂક્યું હતું.

પરિસ્થિતિ ગંભીર હોવા છતાં EMT વિજેન્દ્ર ડોડિયા અને પાયલોટ કમલેશભાઈ ઠાકોરે અમદાવાદના નિષ્ણાત ડોક્ટરોની ટેલિફોનિક સલાહ લઈ કોઈ ગભરાટ વિના એમ્બ્યુલન્સમાં જ નોર્મલ ડિલિવરી કરાવી દીકરાને જન્મ અપાવ્યો. આ પ્રસૂતિ 11-1-2026ના રોજ રાત્રે 9:45 વાગ્યે થઈ હતી.

જન્મ બાદ બાળકને તાત્કાલિક સક્શન અને ઓક્સિજન આપી માતા તથા બાળકને હારીજ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં બંને સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ ઘટનામાં 108 સેવાની ઝડપી કામગીરી બદલ આશાવર્કર શાન્તાબેન અને પરિવારજનો દ્વારા ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande