જામનગરમાં મોબાઇલ ફોનમાં ક્રિકેટ મેચનો સટ્ટો રમતો શખ્સ પકડાયો : મુખ્ય બુકીનું નામ ખુલ્યું
જામનગર, 12 જાન્યુઆરી (હિ.સ.) : જામનગરમાં જૂના કુંભારવાડા વિસ્તારમાં ગઈકાલે રવિવારે રાત્રે પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને જાહેરમાં એક પાનની દુકાને મોબાઈલ ફોન પર ક્રિકેટના રનફેરનો જુગાર રમી રહેલા એક શખ્સની અટકાયત કરી લીધી છે. જેની પૂછપરછ દરમિ
ધરપકડ


જામનગર, 12 જાન્યુઆરી (હિ.સ.) : જામનગરમાં જૂના કુંભારવાડા વિસ્તારમાં ગઈકાલે રવિવારે રાત્રે પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને જાહેરમાં એક પાનની દુકાને મોબાઈલ ફોન પર ક્રિકેટના રનફેરનો જુગાર રમી રહેલા એક શખ્સની અટકાયત કરી લીધી છે. જેની પૂછપરછ દરમિયાન ક્રિકેટના સોદાની કપાત કરનાર મુખ્ય બુકીનું નામ ખુલ્યું છે.

જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે ગઈકાલે મોડી સાંજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વનડે ક્રિકેટ મેચ ઉપર મોબાઈલ ફોન મારફતે રનફેરનો જુગાર રમી રહેલા અસલમ નૂરમહંમદભાઈ કુરેશીની પોલીસે અટકાયત કરી લીધી છે, અને તેની પાસેથી રોકડ રકમ તેમજ મોબાઇલ ફોન વગેરે કબજે કર્યા છે.

પોલીસ દ્વારા તેની વધુ પૂછપરછ કરવામાં આવતાં પોતે કુંભારવાડા વિસ્તારમાં રહેતા છોટીયા દરજી પાસે ક્રિકેટના સોદાની કપાત કરાવતો હોવાથી પોલીસે તેને ફરાર જાહેર કર્યો છે, અને શોધખોળ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande