
જામનગર, 12 જાન્યુઆરી (હિ.સ.) : જામનગરમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દરેડમાં તા. 8થી 10 ડિસેમ્બર 2025ના જિલ્લા કક્ષાના ત્રિદીવસીય ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જી.એમ. પટેલ કન્યા વિદ્યાલયની એસ. વી. એસ. કક્ષાએ બે કૃતિઓ પસંદગી પામીને જિલ્લા કક્ષાએ પ્રદર્શિત થઇ હોવાનું જામનગર જિલ્લા શિક્ષણ વિભાગની જાહેર કરવામાં આવેલી યાદીમાં જાણવા મળ્યું હતું.
વિભાગ નંબર-5 આરોગ્ય અને સ્વચ્છતામાં વિદ્યાર્થીની બહેનો ફટાણીયા ખુશી અને સવાસડીયા મનીષાએ પ્રોજેક્ટ રજૂ કર્યા હતાં. જેનું માર્ગદર્શન શિક્ષક અંકિતાબેન પટેલ દ્વારા કરાયું હતું.
વિભાગ નંબર-2 કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પોમાં વિદ્યાર્થીની બહેનો નકુમ કૃપા અને નડિયાપરા માનસીએ રિસાયકલ અને રીવોર્ડ પ્રોજેક્ટ રજૂ કર્યા. જેમાં શાળાના શિક્ષક હાર્દિકાબેન પરમાર દ્વારા માર્ગદર્શન પુરૂ પાડયું હતું.
માધ્યમિક વિભાગની કુલ 35 જેટલી કૃતિઓ રજૂ થઈ હતી. જેમાં જિલ્લા કક્ષાએ વિભાગ-2માં RECYCLE & REWARD કૃતિએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. આ કૃતિ પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરે છે.
રિસાયકલ અને રિવોર્ડ બોક્સમાં ખાલી થયેલ પ્લાસ્ટિક પેન નાખતા વિદ્યાર્થીઓને રિવોર્ડ રૂપે ચોકલેટ મળતા વિદ્યાર્થીઓ પ્લાસ્ટિકના રિસાયકલ પ્રત્યે જાગૃત થાય છે.
આ કૃતિ જિલ્લા કક્ષાએ પસંદગી પામી ઝોન કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા જઈ રહી છે. ત્યારે શાળાના આચાર્યા વિજયાબેન બોડા છત્રોલા તથા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી બી.એચ. ઘોડાસરા, જેરામભાઈ વાંસજાળીયા, બી.જી. કાનાણી, ડાયાબાપા ભીમાણી, ડો. આર. સી. ભુવા, કેમ્પસ ડાયરેક્ટર ડો. છગનભાઈ કગથરા, રમેશભાઈ વાંસજાળીયા, રમેશભાઈ જાકાસણીયાએ તમામને બિરદાવ્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt