
નવી દિલ્હી, 14 જાન્યુઆરી (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, બુધવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહમાં ત્રણ દેશોના રાજદૂતો પાસેથી ઓળખપત્રો સ્વીકાર્યા.
રાષ્ટ્રપતિ ભવનના જણાવ્યા અનુસાર, ઓળખપત્રો રજૂ કરનારાઓમાં ત્રિનિદાદ અને ટોબેગોના ઉચ્ચાયુક્ત ચંદ્રદથ સિંહ, ઑસ્ટ્રિયાના રાજદૂત ડૉ. રોબર્ટ જિશગ અને યુનાઇટેડ સ્ટેટ્સના રાજદૂત સર્જિયો ગોરનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે રાષ્ટ્રપતિએ, તમામ રાજદૂતોનું સ્વાગત કર્યું અને તેમના કાર્યકાળ માટે શુભેચ્છા પાઠવી.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ