
નવી દિલ્હી, 19 જાન્યુઆરી (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, સોમવારે સ્વાતંત્ર્ય સેનાની પાર્વતી ગિરીને તેમની જન્મ શતાબ્દી પર શ્રદ્ધાંજલિ આપી.
પ્રધાનમંત્રીએ, સ્વતંત્રતા સંગ્રામમાં તેમના યોગદાનની પ્રશંસા કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પાર્વતી ગિરીને તેમની જન્મ શતાબ્દી પર શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, તેમણે વસાહતી શાસનનો અંત લાવવાની ચળવળમાં પ્રશંસનીય ભૂમિકા ભજવી હતી. આરોગ્યસંભાળ, મહિલા સશક્તિકરણ અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં સમુદાય સેવા અને કાર્ય પ્રત્યેનો તેમનો જુસ્સો નોંધપાત્ર છે.
પ્રધાનમંત્રી મોદીએ, 28 ડિસેમ્બરે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત માં પણ પાર્વતી ગિરીનો ઉલ્લેખ કર્યો હતો. એક્સ પર શેર કરેલી પોસ્ટમાં તેમણે કહ્યું કે, આવતા મહિને પાર્વતી ગિરીની જન્મ શતાબ્દી ઉજવવામાં આવશે, જેમણે સ્વતંત્રતા ચળવળમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું અને ગરીબો અને વંચિતોના ઉત્થાન પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
નોંધનીય છે કે, પાર્વતી ગિરિ (1926-1995) ઓડિશાના એક અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક હતા, જેમને પશ્ચિમ ઓડિશાના મધર ટેરેસા તરીકે ઓળખવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ