મણિપુરના વિષ્ણુપુરમાં અનેક આઈઈડી વિસ્ફોટ, બે ઘાયલ,ભૂતપૂર્વ સીએમ બિરેન સિંહે ઘટનાની નિંદા કરી
ઇમ્ફાલ, નવી દિલ્હી,05 જાન્યુઆરી (હિ.સ.) મણિપુરના વિષ્ણુપુર જિલ્લાના ફોગાકચાઓ પોલીસ સ્ટેશન હેઠળના, સૈટન-નગનુકન વિસ્તારમાં એક ખાલી મકાનમાં ત્રણ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઈઈડી) વિસ્ફોટ થતાં બે લોકો ઘાયલ થયા. સોમવારે
મણિપુરના વિષ્ણુપુરમાં અનેક આઈઈડી વિસ્ફોટ, બે ઘાયલ,ભૂતપૂર્વ સીએમ બિરેન સિંહે ઘટનાની નિંદા કરી


ઇમ્ફાલ, નવી દિલ્હી,05 જાન્યુઆરી

(હિ.સ.) મણિપુરના વિષ્ણુપુર જિલ્લાના ફોગાકચાઓ પોલીસ સ્ટેશન હેઠળના, સૈટન-નગનુકન

વિસ્તારમાં એક ખાલી મકાનમાં ત્રણ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઈઈડી) વિસ્ફોટ થતાં બે

લોકો ઘાયલ થયા. સોમવારે સવારે થયેલા આઈઈડી વિસ્ફોટોથી ગભરાટ અને વ્યાપક તણાવ ફેલાયો છે.

દરમિયાન, ભૂતપૂર્વ

મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આ ઘટનાની નિંદા કરતા તેને કાયરતા ગણાવી અને તેમના

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ફોટો પોસ્ટ કર્યો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે,” પહેલા બે વિસ્ફોટ સવારે 5:40 થી 5:55 વાગ્યાની વચ્ચે

થયા હતા, અને ત્રીજો

વિસ્ફોટ સવારે 8:30 વાગ્યાની આસપાસ

થયો હતો, જેનાથી રહેવાસીઓ

જાગી ગયા હતા.”

સૂત્રોએ જણાવ્યું હતું કે,” ફોગાકચાઓ પોલીસ સ્ટેશન હેઠળનો સૈટન-નગાનુકન

વિસ્તાર સીઆરપીએફ સુરક્ષા દ્વારા

ઘેરાયેલો છે. આઈઈડી ખાલી ઘરમાં લગાવવામાં આવ્યો હતો. સવારે ત્રણ વખત વિસ્ફોટ

થયા પછી, બીજો વિસ્ફોટ

થયો.”

પહેલા વિસ્ફોટ પછી, બે સ્થાનિક લોકો ઘરની નજીક ગયા. તે જ સમયે, બીજો વિસ્ફોટ થયો, જેમાં તેઓ ઘાયલ

થયા. પોલીસે હજુ સુધી ઘાયલોની ઓળખ કરી નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે,” તેમને

બિષ્ણુપુર જિલ્લા મુખ્યાલયની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.”

દરમિયાન, સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને અન્ય કોઈ વિસ્ફોટક

ઉપકરણો માટે વિસ્તારમાં શોધખોળ શરૂ કરી દીધી છે.

હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande