અકાલ તખ્ત સાહેબે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને નોટિસ ફટકારી
- 15 જાન્યુઆરીએ સચિવાલયમાં હાજર રહેવાનો આદેશ ચંડીગઢ, નવી દિલ્હી, 5 જાન્યુઆરી (હિ.સ.). પંજાબમાં ગુરુ ગ્રંથ સાહિબના પવિત્ર સ્વરૂપના ગાયબ થવાના મામલાએ સોમવારે નવો વળાંક લીધો. અકાલ તખ્ત સાહેબના જત્થેદાર જ્ઞાની કુલદીપ સિંહ ગડગજે, પંજાબના મુખ્યમંત્રી ભગ
અકાલ તખ્ત સાહેબે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને નોટિસ ફટકારી


- 15 જાન્યુઆરીએ સચિવાલયમાં હાજર રહેવાનો આદેશ

ચંડીગઢ, નવી દિલ્હી, 5 જાન્યુઆરી (હિ.સ.). પંજાબમાં ગુરુ ગ્રંથ સાહિબના પવિત્ર સ્વરૂપના ગાયબ થવાના મામલાએ સોમવારે નવો વળાંક લીધો. અકાલ તખ્ત સાહેબના જત્થેદાર જ્ઞાની કુલદીપ સિંહ ગડગજે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને નોટિસ ફટકારી, 15 જાન્યુઆરીએ અકાલ તખ્ત સચિવાલયમાં હાજર રહેવાનો આદેશ આપ્યો. મુખ્યમંત્રી પર પંથ વિરોધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

અકાલ તખ્ત સાહેબ સચિવાલય દ્વારા મુખ્યમંત્રીને જારી કરાયેલા પત્રમાં જણાવાયું છે કે, લાંબા સમયથી ચાલતા પંથિક બાબતોના સંદર્ભમાં, જાણ કરવામાં આવે છે કે મુખ્યમંત્રીએ જાણી જોઈને અકાલ તખ્ત સાહેબની શીખ ગરિમા અને સર્વોચ્ચતાનું અપમાન કર્યું છે. પત્રમાં એ પણ ઉલ્લેખ છે કે તેમણે ગુરુની ગોલક વિશે વારંવાર અપમાનજનક ટિપ્પણીઓ કરી છે.

પત્ર અનુસાર, અકાલ તખ્ત સાહિબ સમક્ષ કેટલાક વાંધાજનક વીડિયો રજૂ કરવામાં આવ્યા છે, જેમાં મુખ્યમંત્રી ભગવંત માન ગુરુ સાહેબો અને મહાન રાષ્ટ્રીય શહીદ જરનૈલ સિંહ ભિંડરાનવાલેની તસવીરો સાથે વાંધાજનક પ્રવૃત્તિઓમાં રોકાયેલા જોવા મળે છે. અકાલ તખ્તના સિંહ સાહેબો દ્વારા જારી કરાયેલા આદેશને ટાંકીને પત્રમાં કહેવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી બંધારણીય પદ ધરાવે છે અને વિડિઓમાં દર્શાવવામાં આવેલી પ્રવૃત્તિઓ શીખ વિરોધી છે અને સત્તાના ઘમંડને પ્રતિબિંબિત કરે છે.

પત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, શીખ પરંપરા અનુસાર, મુખ્યમંત્રીને અકાલ તખ્ત ફસિલ સમક્ષ રજૂ કરી શકાતા નથી. તેથી તેમને સંબંધિત વીડિયો અને તેમના નિવેદનો અંગે સ્પષ્ટતા રજૂ કરવા માટે, 15 જાન્યુઆરીએ સવારે 10 વાગ્યે અકાલ તખ્ત સચિવાલયમાં હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande