વડાપ્રધાન મોદીએ સોમનાથ મંદિર પ્રત્યે શ્રદ્ધાસુમન અર્પણ કરતા કહ્યું કે,” તે ભારતની અદમ્ય સાંસ્કૃતિક ચેતના અને સાહસનુ જીવંત પ્રતીક છે.”
નવી દિલ્હી, 05 જાન્યુઆરી (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે, 1026 માં સોમનાથ મંદિર પર થયેલા પહેલા હુમલાની 1000મી વર્ષગાંઠ નિમિત્તે, એક ખાસ આલેખ શેર કરતા તેમણે કહ્યું કે,” સદીઓથી વારંવાર હુમલાઓ છતાં, સોમનાથ મંદિર હજુ
સોમનાથ


નવી દિલ્હી, 05 જાન્યુઆરી

(હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે, 1026 માં સોમનાથ મંદિર પર થયેલા પહેલા હુમલાની 1000મી વર્ષગાંઠ

નિમિત્તે, એક ખાસ આલેખ શેર કરતા તેમણે કહ્યું કે,” સદીઓથી વારંવાર હુમલાઓ છતાં, સોમનાથ મંદિર હજુ

પણ ભારતની અદમ્ય સાંસ્કૃતિક ચેતના અને સાહસના જીવંત પ્રતીક તરીકે મજબૂતીથી ઉભું

છે.”

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર અલગ અલગ પોસ્ટમાં લખ્યું

કે,” 2026 માં સોમનાથ પરના

પહેલા હુમલાની 1000મી વર્ષગાંઠ છે.

ત્યારબાદ અનેક હુમલા થયા,

પરંતુ સોમનાથ

મંદિર, આજે પણ ગર્વથી ઉભું છે. આ વાર્તા ફક્ત એક જ મંદિરની નથી, પરંતુ ભારત

માતાના અસંખ્ય સંતાનોની અતૂટ સાહસની છે. જે તેમની સંસ્કૃતિ અને સભ્યતાના રક્ષણ

માટે સમર્પિત છે.”

તેમણે એક લેખ પણ શેર કર્યો છે. જેમાં વડાપ્રધાને સોમનાથના

ઐતિહાસિક સંઘર્ષ, પુનર્નિર્માણ અને

સાંસ્કૃતિક પુનારજારણના સર્દ્ર્ભમાં વિકસિત રાષ્ટ્ર માટેના, ભારતના સંકલ્પના

પ્રતિબિંબ તરીકે વર્ણવ્યું હતું. તેમણે કહ્યું કે,” સોમનાથની સહસ્ત્રાબ્દી યાત્રા

આપણને શીખવે છે કે, શ્રદ્ધા, એકતા અને સાંસ્કૃતિક મૂળની શક્તિ, કોઈપણ વિપત્તિ કરતાં મોટી

હોય છે.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ પુનર્વિકાસ પ્રોજેક્ટ

સંબંધિત, તાજેતરના વર્ષોમાં તેમના પ્રયાસોને પણ યાદ કર્યા અને તેને રાષ્ટ્રીય ધરોહર

સંરક્ષણ તરફ સતત પ્રેરણા તરીકે વર્ણવ્યું.

હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande