પ્રધાનમંત્રીએ, મમતા બેનર્જીને તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવી
નવી દિલ્હી, 5 જાન્યુઆરી (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, સોમવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને, જન્મદિવસની શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી, તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના કરી. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 5 જાન્યુઆરી (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, સોમવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને, જન્મદિવસની શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી, તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના કરી.

પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા દીદીને જન્મદિવસની શુભકામનાઓ. હું તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરું છું.

ઉલ્લેખનીય છે કે, મમતા બેનર્જીનો જન્મ આજના દિવસે 1955માં થયો હતો. તેઓ હાલમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે અને રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનવાનું ગૌરવ ધરાવે છે. તેઓ 20 મે, 2011 થી આ પદ સંભાળી રહ્યા છે. તેઓ ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના સ્થાપક અને અધ્યક્ષ પણ છે. મુખ્યમંત્રી બનતા પહેલા બેનર્જી, સાત વખત લોકસભા સભ્ય રહ્યા હતા અને રેલ્વે, કોલસો, ખાણ અને માનવ સંસાધન વિકાસ જેવા કેબિનેટ વિભાગો સંભાળ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande