
નવી દિલ્હી, 05 જાન્યુઆરી
(હિ.સ.) સુપ્રીમ કોર્ટે ઉમર ખાલિદ અને શરજીલ ઇમામની જામીન અરજી ફગાવી દીધી છે. જ્યારે દિલ્હી રમખાણોના કાવતરાના કેસમાં અન્ય
પાંચ આરોપીઓને જામીન આપ્યા છે.
જસ્ટિસ અરવિંદ કુમારની આગેવાની હેઠળની બેન્ચ દ્વારા, જામીન
પર મુક્ત થવાનો આદેશ આપવામાં આવેલા આરોપીઓમાં ગુલ્ફીશા ફાતિમા, મીરાન હૈદર, શાદાબ અહેમદ અને
મોહમ્મદ સલીમ ખાનનો સમાવેશ થાય છે. કોર્ટે 10 ડિસેમ્બર, 2025 માટે જામીન અરજીઓ પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.
દિલ્હી પોલીસે આરોપીઓ દ્વારા દાખલ કરાયેલી જામીન અરજીઓનો વિરોધ કરતા કહ્યું હતું
કે,” તેમણે દેશમાં સરકાર ઉથલાવી પાડવાનું કાવતરું ઘડ્યું હતું અને નેપાળ અને
બાંગ્લાદેશની જેમ સરકાર સામે બળવો કરવા માંગતા હતા.”
કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા એ એસજી (એડિશનલ એટર્ની જનરલ) એસ.વી. રાજુએ જણાવ્યું હતું કે,”
આરોપીઓને બંધારણ પ્રત્યે કોઈ માન નહોતું અને નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) સામેના વિરોધ પ્રદર્શન દરમિયાન તેઓ લાકડીઓ, એસિડ બોટલો અને
હથિયારો લઈને ગયા હતા.”
રાજુએ દલીલ કરી હતી કે,” આરોપીઓને ફક્ત એટલા માટે જામીન
આપી શકાય નહીં કારણ કે ટ્રાયલ વિલંબિત થઈ રહી છે.” તેમણે દલીલ કરી હતી કે,” વિલંબ
આરોપીઓ દ્વારા થઈ રહ્યો છે,
ફરિયાદ પક્ષ
દ્વારા નહીં.”
આરોપી ઉમર ખાલિદના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું હતું
કે,” આ કેસમાં 751 એફઆઈઆર દાખલ કરવામાં આવી
છે, પરંતુ ઉમર
ખાલિદનું નામ ફક્ત એક એફઆઈઆરમાં દેખાય છે.
ડિસેમ્બર 2022 માં તે એફઆઈઆરમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.
કાવતરું રચવાનો આરોપ લગાવીને બીજી એફઆઈઆર દાખલ કરવામાં આવી
છે.”
સિબ્બલે જણાવ્યું હતું કે,” ઉમર ખાલિદ 750 એફઆઈઆર માંથી કોઈપણમાં
સામેલ નથી. 751 એફઆઈઆરમાંથી, 116 માં ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી.જેમાં 97 દોષિતોને
નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. 17 કેસ માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ આધાર તરીકે કરવામાં આવ્યો
છે.”
હિન્દુસ્થાન સમાચાર/સંજય
હિન્દુસ્થાન સમાચાર/અમરેશ દ્વિવેદી/સચિન બુધૌલિયા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ