ભાજપના નેતા સંગીત સોમને, બાંગ્લાદેશથી ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી ...
લખનૌ, નવી દિલ્હી, 05 જાન્યુઆરી (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય સંગીત સોમને, બાંગ્લાદેશથી ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેમણે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ભાજપના નેતા સંગીત સોમ
ધમકી


લખનૌ, નવી દિલ્હી, 05 જાન્યુઆરી

(હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય સંગીત સોમને,

બાંગ્લાદેશથી ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેમણે આ મામલે પોલીસ ફરિયાદ

નોંધાવી છે.

ભાજપના નેતા સંગીત સોમ ઘણીવાર તેમના નિવેદનો માટે સમાચારમાં

રહે છે. તાજેતરમાં, તેમણે

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતી હત્યા અને અત્યાચાર અંગે નિવેદનો આપ્યા હતા. તેમણે

ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનની ટીમ કેકેઆર દ્વારા ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં, બાંગ્લાદેશી

ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનનો સમાવેશ અને ત્યારબાદ વિરોધ પ્રદર્શનોને પગલે

ટીમમાંથી તેમને દૂર કરવા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે શાહરૂખ ખાન પર પણ નિશાન

સાધ્યું હતું, જેના કારણે તેઓ

ચર્ચામાં આવ્યા હતા.

સોમવાર સવારે, તેમને બાંગ્લાદેશી નંબરો પરથી ધમકીઓ મળી હતી. આ કોલથી તેમને

જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. તેમણે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

હિન્દુસ્થાન સમાચાર / દીપક / મહેશ પત્રિયા / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande